October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સેસન્‍સ કોર્ટએ ઉદવાડાના લાંચીયા તલાટીને 3 વર્ષની કેદ અને રૂા.20 હજારનો દંડનો ચુકાદો આપ્‍યો

તલાટી શમશુદ્દીન ખલીફાએ એપાર્ટમેન્‍ટના ફલેટની નોંધ માટે પ્રત્‍યેક ફલેટ દીઠ રૂા.500ની માંગ કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.13: વાપી સેસન્‍સ કોર્ટમાં ઉદવાડાના લાંચીયા તલાટી કેસની આખરી સુનાવણી ચાલી હતી. જેમાં સરકારી વકીલની દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખીને તલાટીને ત્રણ વર્ષની કેદ અને 20 હજારના દંડનો હૂકમ કરતો ચુકાદો આપ્‍યો હતો.
ચુકાદાની પ્રાપ્ત વિગતો મુજબ ગત 2011ની સાલમાં ઉદવાડા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે શમશુદ્દીન ખલીફા ફરજ બજાવતો હતો તે સમય દરમિયાન તા.14-02-2011ના રોજ ઉદવાડાના મિરાશા એપાર્ટમેન્‍ટના સંચાલકે ફલેટોની નોંધણી કરાવવા પંચાયતમાં અરજી કરી હતી. નોંધણી કરાવવા પેટે તલાટી શમશુદ્દીન ખલીફાએ ફલેટ દીઠ રૂા.500ની લાંચ માગી હતી. જે ફલેટ સંચાલક આપવા ઈચ્‍છતા નહોતા તેથી વલસાડ-ડાંગ એ.સી.બી.માં ફરિયાદ કરી હતી.એ.સી.બી.એ ઉદવાડામાં છટકુ ગોઠવીને લાંચીયા તલાટી શમશુદ્દીન ખલીફાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો. આ કેસની આખરી સુનાવણી વાપી એડીશનલ સેસન્‍સ કોર્ટમાં ચાલી હતી. તેમાં નામદાર જજશ્રી ધર્મેન્‍દ્રસિંહએ આરોપી શમશુદ્દીન ખલીફાને ત્રણ વર્ષની કેદ અને 20 હજાર દંડનો ચુકાદો આપતો હૂકમ કર્યો હતો.

Related posts

ચીખલીના સુરખાઈ ખાતે રવિકૃષિ મહોત્‍સવમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી માહિતગાર કરી પ્રાકળતિક ખેતી અપનાવવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

યુ.કે.ના લેસ્‍ટરમાં પાકિસ્‍તાનીઓ દ્વારા દમણ-દીવ સહિત ભારતીય હિન્‍દુ સમુદાય ઉપર થઈ રહેલા હૂમલાના વિરોધમાં દમણ ખાતે યોજાયેલી વિશાળ મૌન રેલી

vartmanpravah

સેલવાસમાં 6 એમ એમ વરસાદ પડયો

vartmanpravah

અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાના રાજ્યમંત્રીશ્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેરગામ તાલુકા મથકે ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

vartmanpravah

નવસારી એસ.ઓ.જી.ની ટીમે ખેરગામના ધામધુમાથી લાકડા ભરેલ વગર નંબરની પીકઅપ સાથે 2 ઈસમોની અટક કરી

vartmanpravah

Leave a Comment