Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના દ્વિતીય સમૂહ લગ્ન સમારંભનું સફળ આયોજનઃ 10 નવયુગલોએ પાડેલા પ્રભૂતામાંપગલાં

કન્‍યાદાનનો મોકો મળવો સૌભાગ્‍યની વાતઃ સિમ્‍પલબેન કાટેલા

આજની મોંઘવારીના સમયમાં લગ્ન સમારંભો પાછળ થતા ખર્ચને રોકવાના ઉદ્દેશથી દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા કરવામાં આવી રહેલું સમૂહ લગ્ન સમારંભનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 21: દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન દ્વારા આજે દમણમાં દ્વિતીય સમૂહ લગ્ન સમારંભનું સફળ ભવ્‍ય આયોજન કાટેલા પાર્ટી પ્‍લોટ ખાતે કરવામાં આવ્‍યું હતું. જેમાં 10 નવદંપત્તિઓએ પ્રભૂતામાં પગલાં પાડયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના ચેરપર્સન શ્રીમતી સિમ્‍પલબેન કાટેલાની પહેલ ઉપર આયોજીત સમૂહ લગ્ન સમારંભને સફળ બનાવવા માટે ઘણાં દિવસોથી કાર્યકર્તા બહેનોએ ખુબ મહેનત કરી હતી. જેના પરિણામે આજે નાની દમણના ત્રણબત્તી ખાતે જલારામ બાપા મંદિરના પરિસરથી સાજ-સજ્‍જા સાથે તૈયાર 10 વરરાજાઓની વરયાત્રા સાજન-માજન સાથે નિકળી હતી. સમગ્ર વાતાવરણ ખુબ જ પ્રફુલ્લિત અને આનંદ-ઉત્‍સવથી તરબર થયું હતું.
આ પ્રસંગે દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના ચેરપર્સન શ્રીમતી સિમ્‍પલ કાટેલાએ જણાવ્‍યું હતું કે, આજની મોંઘવારીના સમયમાં લગ્ન સમારંભો પાછળ થતા ખર્ચને રોકવાના ઉદ્દેશથી સમૂહ લગ્ન સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે આજના સમયનીજરૂરિયાત છે. તેમણે જણાવ્‍યું હતું કે, ગરીબ લોકોને લગ્ન સમારંભ યોજવા પોતાના ખેતરો વગેરે વેચવા તથા કર્જ લેવાની ફરજ પડે છે ત્‍યારે સમૂહ લગ્ન સમારંભથી તેમનો ખર્ચ બચે છે અને લગ્ન સમારંભ પણ ખુબ જ આનંદ અને ઉત્‍સાહથી સંપન્ન થાય છે. તેમણે જણાવ્‍યું હતું કે, સમાજના દરેક વર્ગને આપસમાં જોડવા માટે પણ સમૂહ લગ્નના માધ્‍યમથી મદદ મળે છે.
શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા જણાવ્‍યું હતું કે, કન્‍યાદાનનો મોકો મળવો તે ખરેખર એક સૌભાગ્‍યની વાત છે.
આ પ્રસંગે માછી સમાજના કુળ ગુરૂ મહંત શ્રી ગોપાલદાસ મહારાજે જણાવ્‍યું હતું કે, માછી સમાજ દ્વારા ઘણાં વર્ષોથી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. માછી સમાજની દિકરી સિમ્‍પલ કાટેલાએ સમાજમાંથી શિખામણ લઈ આજે દ્વિતીય સમૂહ લગ્ન સમારંભનું આયોજન કર્યું છે. તેમણે સમૂહ લગ્ન ભારતીય સંસ્‍કૃતિ અને સનાતન ધર્મના જતન માટે પણ જરૂરી હોવાનો ભાવ પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે પણ ઉપસ્‍થિત રહી નવયુગલોને આશીર્વાદ આપ્‍યા હતા.

Related posts

કરચોંડના પતિ-પત્‍ની નદીમાં તણાતાં એનડીઆરએફની ટીમે હાથ ધરેલી શોધખોળ

vartmanpravah

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

વલસાડ સિવિલમાંથી નવજાત શિશુની ચોરી : માત્ર બે કલાકમાં શિશુ ચોરનાર મહિલા પકડાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાની પારડી તાલુકામાં પૂર્ણાહૂતિ: લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા – રાનવેરી ખુર્દમાં મુખ્ય માર્ગને અડીને નમી ગયેલા વીજપોલ અને ઝુલતી વીજ લાઈન જાખમી

vartmanpravah

વલસાડ પોલીસે તાડપત્રી સાથે સંતાડી રખાયેલો વિદેશી દારૂ ઝડપાયો

vartmanpravah

Leave a Comment