October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાદડવેલ ગામે દૂધ ભરવા જઈ રહેલા શખ્‍સને કાર ચાલકે ટક્કર મારતા સ્‍થળ ઉપર મોત નિપજ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના સાદડવેલ વાંજરી ફળીયા ખાતે રહેતા અશોક મંગુભાઈ પટેલ (ઉ.વ.48) જે સોમવારની સવારના સાડા સાતેક વાગ્‍યાના સમયે પેશન મોટર સાયકલ નં.જીજે-21-એન-9816 લઈ ગામમાં દૂધ મંડળીમાં દૂધ ભરાવા માટે ગયા હતા. દરમ્‍યાન સાદડવેલ ભૂમિ એગ્રોની સામે આવતા પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી એક આઈ-20 કાર નં. જીજે-21-બીસી-2865ના ચાલકે અશોક પટેલની મોટર સાયકલને પાછળથી ટક્કર મારતા જેમને માથાના ભાગે ગંભીર ઈજા થતાં મોં તેમજ કાનમાંથી લોહી નીકળતા સારવાર માટે 108ને બોલાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જોકે અકસ્‍માત કરી આઈ-20 કારનો ચાલક સ્‍થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગેની ફરિયાદ મરનારના મોટાભાઈ અર્જુન મંગુભાઇ પટેલ (ઉ.વ. 52)(રહે.સાદડવેલ વાંજરી ફળીયા તા.ચીખલી) એ કરતા પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ.એચ. શીણોલ કરી રહ્યા છે.

Related posts

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ સિંહ દિવસ’ નિમિતે કાર્યશાળા યોજાઈ

vartmanpravah

વલસાડ ભાજપ કાર્યાલયમાં અટલબિહારી વાજપાઈની 100 મી જન્‍મજ્‍યંતી, સુશાસન દિવસે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહમાં એક મહિના બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વાપીમાં છેલ બટાઉ આધેડએ મહિલાની છેડતી કરતા પોલીસે કાયદાનો પાઠ ભણાવ્‍યો

vartmanpravah

પોતાના આદરણિય અને પ્રિય નેતા ભાજપપ્રભારી વિજ્‍યા રહાટકરના જન્‍મ દિવસની દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે સેવા સાધના સાથે કરેલી ઉજવણી

vartmanpravah

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

vartmanpravah

Leave a Comment