Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પોતાના આદરણિય અને પ્રિય નેતા ભાજપપ્રભારી વિજ્‍યા રહાટકરના જન્‍મ દિવસની દમણ જિ.પં.ના પ્રમુખ નવિનભાઈ પટેલે સેવા સાધના સાથે કરેલી ઉજવણી

દમણની સેવા વસતીમાં રહેતી કન્‍યાઓને ભોજન અને જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને અનાજની કીટ અને બહેનોને સાડીનું કરવામાં આવેલું વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: ભાજપના રાષ્‍ટ્રીય મંત્રી અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરના જન્‍મ દિવસ નિમિત્તે આજે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે સેવા સાધના દ્વારા પોતાના આદરણિય નેતાના જન્‍મ દિનની ઉજવણી કરી હતી.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે આજે દમણની સેવા વસતીમાં રહેતી કન્‍યાઓને ભોજન કરાવ્‍યું હતું અને દમણમાં રહેતા જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને અનાજની કીટ તથા મહિલા બહેનોને સાડી વિતરીત કરી શ્રીમતી વિજ્‍યા રહાટકરના જન્‍મ દિવસની આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ તમામ સેવાકાર્ય દરમિયાન પરમ કૃપાળુ પરમેશ્વર પાસે ભાજપના વરિષ્‍ઠ નેતા અને સંઘપ્રદેશના પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકર માટે સુખ-સમૃદ્ધિ અને દીર્ઘાયુની કામના પણ કરવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ તરીકે ગૌરવ સિંહ રાજાવતે ગ્રામજનોમાં પેદા કરેલો આત્‍મિય ભાવ

vartmanpravah

દાનહ જિલ્લાની આંગણવાડીઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દિવાળી પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી સલવાવ હાઈવે ઓવરબ્રિજ પાસે લક્‍ઝરી બસમાં દારૂના જથ્‍થા સાથે એક ઝડપાયો

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ વિજ્ઞાન ટેક્‍નોલોજી પ્રદર્શનમાં ઝળકયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

દમણ-દીવ યુથ કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે યુવા નેતા મયંક પટેલને પુનઃ સ્‍થાપિત કરાયા

vartmanpravah

Leave a Comment