January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં એક મહિના બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

લોકોએ સાવચેતી રાખી કોવિડના તમામ નિયમોનું ચુસ્‍તપણે પાલન કરવું આવશ્‍યક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09: સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં એક મહિનાના વિરામ બાદ આજે ફરી 01 નવો કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્‍યો છે. જિલ્લામાં અત્‍યાર સુધીમાં 5916 કેસ રિક્‍વર થઈ ચુકયા છે અને ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. હાલમાં 01 સક્રિય કેસ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 181 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાથી 01વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 247 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ આવ્‍યો નથી. હાલમાં પ્રદેશમાં 01 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયો છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ રસીકરણ કરવામાં આવ્‍યું હતું. જેમા આજે 2499 લોકોને વેક્‍સીન આપવામાં આવ્‍યા છે. પ્રદેશમા પ્રથમ ડોઝ 398508 અને બીજોડોઝ 237813 વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. કુલ 636321 લોકોને વેક્‍સીન આપવામાં આવી છે.

Related posts

કપરાડા તાલુકાની બાળકીઓને સાયકલ, સ્‍કૂલ બેગ, નોટબુક, સેનિટરી પેડનું વિતરણ કરાયું

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’નો પડઘો: ગણદેવીમાં રાજ્‍ય ધોરી માર્ગ દેસાડ અને જલારામ મંદિર ચાર રસ્‍તા પાસે ચેતવણી બોર્ડ લગાવાયું

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજમાં સરકારી નોકરીની લાલચ આપી ઠગાઈ કરનારની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવસિંહ રાજાવતને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણના સચિવની મળેલી પડકારજનક જવાબદારી

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ એન્‍ડ રિસર્ચમાં માનવાધિકાર દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપીની શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિર શાળાનું ગૌરવ

vartmanpravah

Leave a Comment