Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ કાપરીયામાં નર-માદા રસેલ વાઇપર રેસ્‍ક્‍યુ કરાયા

આ સિઝન મેટીંગ ટાઈમ હોવાથી જંગલ-ખેતરોમાં વધુ જોવા મળે: ધરમપુર વાઈલ્‍ડ લાઈફના મુકેશભાઈ અને મંગુભાઈએ નર-માદાને સિફત પૂર્વક રેસ્‍ક્‍યુ કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વલસાડ નજીક આવેલ કાપરીયા ગામે ખેડૂતના મકાનમાંથી અતિ ઝેરી ગણાતા રસેલ વાઇપર પ્રજાતિ માદાને ધરમપુર-નવસારી વાઈલ્‍ડ લાઈફના કાર્યકર્તાઓએ રેસ્‍ક્‍યુ કરીને જંગલ ખાતાને સોંપી દેવાયા હતા.
ગુજરાતના અન્‍ય પ્રદેશો કરતા વલસાડ-ડાંગ જંગલ વિસ્‍તાર હોવાથી વન્‍ય પ્રાણીઓ અને અજગર સાપ જેવા જનાવરો વધારે પ્રમાણમાં જોવા મળે છે. ગતરોજ વલસાડના કાપરીયા ગામે ઈન્‍દ્રજીત દેસાઈના ઘરે સાપની કાંસળી દેખાતા તેમણે ધરમપુર-નવસારીના વાઈલ્‍ડ લાઈફના કાર્યકર્તા મુકેશભાઈ આરવાયક અને મંગુભાઈને જાણ કરી હતી. બન્ને જણા કાપરીયા ધસી આવ્‍યા હતા. અત્‍યંત શોધખોળ અને જહેમત કરી વાઈલ્‍ડ લાઈફના કાર્યકરોએ ખુબ સિફતપૂર્વક અત્‍યંત ઝેરી એવા રસેલ વાઇપર નર-માદાને ઝડપી લીધા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, આ સિઝન રસેલ વાઇપર સાપોની મેટીંગ પિરીયડ હોય છે. આ વાઈપર ખુબ ઝેરી હોય છે. ભારતભરમાં 50 થી 100 જેટલા લોકોના મૃત્‍યુ આ સાપ કરડવાથી થાય છે તેથીખેતર, વાડી, બગીચાઓમાં દેખા દેતા રસેલ વાઇપરથી ખુબ જ સાવધ સાવધાન ખેડૂતો-મજુરોએ રહેવાની જરૂર છે. બન્ને સાપને કાચની બરણીમાં સલામત રીતે રેસ્‍ક્‍યુ કરીને જંગલ ખાતાને સોંપી દેવામાં આવ્‍યા હતા.

Related posts

દમણ જિલ્લા કોળી પટેલ સમાજે શિક્ષણને પ્રોત્‍સાહન આપવા શરૂ કરી કવાયત

vartmanpravah

જે.પી.પારડીવાલા આર્ટ્‍સ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા-પારડી ખાતે એનએસએસના ઉપક્રમે ઈ-એફઆઈઆર એપની માહિતીના કાર્યક્રમનું આયોજન

vartmanpravah

ઈન્‍સ્‍ટાગ્રામ પર દમણમાં પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને 181 અભયમે બચાવી

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં હંગામા વીકની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી-વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં ધો.10-12ની બોર્ડ પરીક્ષાનો આરંભ : કુલ 55832 વિદ્યાર્થી પરીક્ષા આપશે

vartmanpravah

રોટરી ક્‍લબ ભરૂચ દ્વારા દમણના સ્‍વામી વિવેકાનંદ કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે કોર્પોરેટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment