Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

દમણ જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ આયુક્‍ત સૌરભ મિશ્રાએ 18 શ્રમિક પરિવારોને સામી હોળીએ કરાવી દિવાળીના આનંદની અનુભૂતિ

18 કામદારોને રૂા.1.20 કરોડનું વેતન અને ગ્રેજ્‍યુટીનું અપાવેલું વળતર

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વ અને શ્રમિકો પ્રત્‍યેના સંવેદનશીલ અભિગમના કારણે દાનહ અને દમણ-દીવમાં કામદારોના કલ્‍યાણ અને સશક્‍તિકરણ માટે રહેલા પ્રશાસનના સક્રિય પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : આજે દમણના જિલ્લા કલેક્‍ટર અને સંયુક્‍ત શ્રમ અને રોજગાર આયુક્‍ત શ્રી સૌરભ મિશ્રાએ 18 જેટલા કામદારોને રૂા.1.20 કરોડનું વેતન અને ગ્રેજ્‍યુટી વળતર અપાવતા શ્રમિક પરિવારોમાં સામી હોળીએ દિવાળીનો આનંદ પ્રગટ થઈ રહ્યો છે. આ કામદારોને લાંબા સમયથી કંપની દ્વારા વેતન આપવામાં નહીં આવતું હતું.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વઅને શ્રમિકો પ્રત્‍યેના સંવેદનશીલ અભિગમના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કામદારોના કલ્‍યાણ અને સશક્‍તિકરણ માટે પ્રશાસનના હંમેશા સક્રિય પ્રયાસ રહ્યા છે. જે કડીમાં આજે દમણના 18 શ્રમિકોને રૂા.1.20 કરોડનું વેતન તથા ગ્રેજ્‍યુટી વળતરનો લાભ અપાવી પ્રશાસને કામદારોના કલ્‍યાણ પ્રત્‍યેની પોતાની પ્રતિબધ્‍ધતા પણ પ્રગટ કરી છે.
દરમિયાન દમણ જિલ્લા પ્રશાસને શ્રમિકોમાં નાણાંકીય સાક્ષરતાને પ્રોત્‍સાહન આપવા અને વધુ સશક્‍ત બનાવવા માટે એક વિશેષ નાણાંકીય સાક્ષરતા કાર્યશાળાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યશાળામાં શ્રમિકોને તેમની પાસે આવેલ રૂપિયાનું કેવી રીતે રોકાણ કરવું તે બાબતે જાણકારી આપવામાં આવી હતી. કાર્યશાળા દરમિયાન આર્થિક નિષ્‍ણાતોએ શ્રમિકોને વિવિધ રોકાણની તક, બચત ઉપાયો અને સમજદાર નાણાંકીય યોજના ટેક્‍નિકો ઉપર મહત્‍વની જાણકારી આપી હતી. જેનું લક્ષ શ્રમિકોને આવશ્‍યક જ્ઞાન અને સાધન પ્રદાન કરવાનું હતું, જેથી તેઓ પોતાના નાણાંકીય ભવિષ્‍યની બાબતમાં ઉચિત નિર્ણય લઈ શકે અને પોતાના પરિવાર માટે લાંબા સમય સુધી આર્થિક સ્‍થિરતા અને સુરક્ષા નિヘતિ કરી શકે.
આ પ્રસંગે જિલ્લા કલેક્‍ટર શ્રી સૌરભ મિશ્રાએ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શ્રમિકોના કલ્‍યાણ અને સશક્‍તિકરણ માટે નિરંતર સમર્થનનીગેરંટી આપી હતી. જિલ્લા કલેક્‍ટરશ્રીએ શ્રમિકોને નાણાંકીય સહારો પ્રદાન કરવાની વ્‍યક્‍ત કરેલી અપેક્ષા સાથે નાણાંકીય સાક્ષરતાને પ્રોત્‍સાહન આપવાની જરૂરિયાત પણ સમજાવી હતી. જેથી વ્‍યક્‍તિઓ સ્‍વતંત્ર રૂપથી સમજદારીપૂર્વક આર્થિક નિર્ણય લેવા માટે પોતાની ક્ષમતા પ્રાપ્ત કરી શકે.
આ પ્રસંગે લાભાર્થી શ્રમિકોએ પ્રશાસન દ્વારા મળેલ વળતર માટે આભાર પ્રગટ કર્યો હતો અને તેમણે આ સાક્ષરતા કાર્યક્રમના મહત્‍વને પણ સમજ્‍યો હતો.
અત્રે નોંધનીય છે કે, પ્રશાસન દ્વારા છેલ્લા એક વર્ષમાં શ્રમિકોને લગભગ 3.04 કરોડનું વળતર આપવામાં આવ્‍યું હતું. જેમાં 31 કંપનીઓના 53 શ્રમિકોનો સમાવેશ થતો હતો.

Related posts

થ્રીડીમાં ડોમેસ્‍ટિક વીજધારકોને વીજ વધારાનો પ્રસ્‍તાવ મોકૂફ રાખવા કરાયેલી ધારદાર રજૂઆત

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરી ખાતે ઈલેક્‍શન કંટ્રોલ રૂમનો પ્રારંભ

vartmanpravah

મોરાઈ વેલ્‍સપન કંપનીમાં નોકરીનો બાયોડેટા આપી પરત ફરતા ખેરગામના યુવાનને કાળ ભરખી ગયો

vartmanpravah

બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે રંગબેરંગી કલરઅને પિચકારીઓનું વેચાણ શરૂ

vartmanpravah

પોર્ટુગીઝોએ ભારતીય વસાહતો પર સત્તા મેળવવા માટે લગભગ ચારસો વર્ષ અથાક પ્રયત્‍નો કર્યા હતા અને તે પછી પોણા બસો વર્ષ સત્તા ટકાવી રાખી હતી

vartmanpravah

Leave a Comment