July 28, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ-દીવ પ્રદેશ ઈન્‍ટૂકના પ્રમુખ પદેથી તરંગભાઈ પટેલને બર્ખાસ્‍ત કરવાનો જારી કરેલો પ્રદેશ પ્રભારીએ આદેશ

તરંગભાઈ પટેલ દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમોમાં સંસ્‍થાનીગરિમાની વિરૂદ્ધ કરવામાં આવતી ગતિવિધિઓની ફરિયાદના કારણે તેમની ઈન્‍ટૂકના દમણ-દીવ પ્રદેશ અધ્‍યક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હોવાની સંઘપ્રદેશ ઈન્‍ટૂકના પ્રભારી મહેશભાઈ શર્માએ આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા. 21 : રાષ્‍ટ્રીય મજદૂર કોંગ્રેસ (ઈન્‍ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ-ઈન્‍ટૂક)ના રાષ્‍ટ્રીય ઉપ પ્રમુખ અને દમણ-દીવ, દાનહ, ગુજરાત અને ગોવા, મહારાષ્‍ટ્રના પ્રભારી શ્રી મહેશભાઈ શર્માએ દમણ-દીવ ઈન્‍ટૂકના પ્રદેશ અધ્‍યક્ષ પદેથી શ્રી તરંગભાઈ પટેલને બર્ખાસ્‍ત કરવાનો આદેશ કર્યો છે. શ્રી તરંગભાઈ પટેલ દ્વારા વિવિધ ઔદ્યોગિક એકમોમાં સંસ્‍થાની ગરિમાની વિરૂદ્ધ કરવામાં આવતી ગતિવિધિઓની ફરિયાદના કારણે તેમની ઈન્‍ટૂકના દમણ-દીવ પ્રદેશ અધ્‍યક્ષ પદેથી હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું સંઘપ્રદેશના ઈન્‍ટૂકના પ્રભારી શ્રી મહેશભાઈ શર્માએ જણાવ્‍યું હતું.
હવે દમણ-દીવ ઈન્‍ટૂકના નવા અધ્‍યક્ષની વરણી ખુબ જ ટૂંક સમયમાં થશે એવી જાણકારી પણ મળી રહી છે. શ્રી મહેશ શર્માએ દમણ-દીવ કોંગ્રેસ સમિતિના અધ્‍યક્ષ શ્રી કેતન પટેલને પણ શ્રી તરંગભાઈ પટેલની બર્ખાસ્‍તગીની જાણકારી આપી છે.

Related posts

વાપી જૈન યુવક મંડળ ઇંગ્‍લિશ સ્‍કૂલ 10 માં સ્‍થાનના દિનનો સાથે એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

આરટીઓ કચેરીમાં તા.૧૯મી નવેમ્બરના રોજ મોટર-વાહન પબ્લીકને લગતી તમામ કામગીરી બંધ રહેશે

vartmanpravah

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા આયોજિત રક્‍તદાન શિબિરમાં 66 યુનિટ રક્‍ત એકત્ર

vartmanpravah

દાદરા ખાતે રાજસ્‍થાન સેવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર કલ્‍પનાતીત વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીયા મલ્‍ટીપર્પઝ સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે વેક્‍સિનેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment