January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવારે કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક કર્યો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવાર કપરાડા 181 વિધાનસભાના ઉમેદવાર જીતુભાઇ ચૌધરીના ચૂંટણી પ્રચારમાં બુથ સંપર્ક યાત્રા, શક્‍તિકેન્‍દ્ર જનસંપર્ક કર્યો હતો.
ભારત સરકાર કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતી પવાર ચૂંટણી સભાઓને સંબોધી હતી. મોટાપોંઢા, કરમખલ અને નાનાપોંઢા જાહેર સભા સંબોધતા જણાવ્‍યું કે, ભાજપ સરકાર દ્વારા લોકોને પાણી, વીજળી, રોજગાર, આરોગ્‍ય સહિતની સવલતો માટે હાથ ધરાયેલ યોજનાઓની વિગતો આપી હતી. બુથ સંપર્ક યાત્રા, શક્‍તિકેન્‍દ્ર મિત્રો મોટી સંખ્‍યામાંઉપસ્‍થિત રહ્યા હતા. કપરાડા વિધાનસભાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી.
વિધાનસભાની પ્રથમ ચરણની ડિસેમ્‍બરે યોજાનારી ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂકયો છે. વડાપ્રધાનથી લઈ કેન્‍દ્રીય મંત્રીઓ દોડી રહ્યા છે. ત્‍યારે સોમવારે કેન્‍દ્રના આરોગ્‍યમંત્રી ભારતી પવારે કપરાડા વિધાનસભા વિસ્‍તારમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીના પ્રચાર અર્થે કાર્યકરો સાથે બેઠક યોજી કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની વિકાસશીલ યોજના સાથે કપરાડાની અસ્‍ટોલ યોજનાનો ઉલ્લેખ કર્યો હતો અને આદિવાસી વિસ્‍તારોમાં આદિવાસી વિકાસલક્ષી યોજનાઓ, આદિવાસીઓને વધુ ને વધુ પ્રતિનિધિત્‍વ આપવું, શિક્ષણ, આરોગ્‍યની ચિંતા માત્ર ભાજપ કરતી હોવાનુ જણાવ્‍યુ હતુ. મંત્રીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ભ્રામક પ્રચારથી સાવચેત રહેવા સૌને આહવાન કર્યું હતું અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્‍યું કે, આદિવાસીઓના મસીહા હોવાનુ દાવો કરતી કોંગ્રેસ જ્‍યારે એક આદિવાસી મહિલા રાષ્‍ટ્રપતિ બની રહી હતી ત્‍યારે કોંગ્રેસ વિરોધ કર્યો હતો. આજે રાષ્‍ટ્રપતિ જેવા સર્વોચ્‍ચ પદ પર રહેલી વ્‍યક્‍તિને અલગ અલગ પ્રકારે કોંગ્રેસ અપમાનિત કરી રહી છે. કોંગ્રેસ માત્ર અને માત્ર વોટની રાજનીતિ કરી રહી છે. જ્‍યારે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારો વિકાસનાચોક્કસ વિઝન સાથે દેશવાસીઓના વિકાસ માટે આગળ વધી રહી છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્ર સાથે વિકાસના મોડેલ સાથે આગળ વધી રહી છે, આદિવાસીઓનું પ્રતિનિધિત્‍વ વધારી રહી છે, આદિવાસી વિસ્‍તારોમાં મેડિકલ કોલેજ, સુપર સ્‍પેશ્‍યાલિટી હોસ્‍પિટલ, સુવિધાયુક્‍ત શિક્ષણ સંસ્‍થાઓ, સ્‍થાનિક કક્ષાએ રોજગારી ક્ષેત્રો વધારવા સતત પ્રયત્‍નશીલ છે, 700થી વધુ એકલવ્‍ય મોડેલ રેસીડેન્‍સી શાળાઓ શરૂ કરી છે. યુવાનોને આત્‍મ નિર્ભર બનાવવા વિશેષ ધ્‍યાન વડાપ્રધાન આપી રહ્યા છે.
કપરાડા વિધાનસભાનાં પ્રભારી કરશનભાઈ ગોંડલિયા, પ્રવાસી દિલીપભાઈ પટેલ, વિસ્‍તારક પાર્થભાઈ પટેલ તેમજ મોટાપોંઢા જિલ્લા પંચાયત સભ્‍ય કેતન પટેલ, યુવા ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા, મીડિયા ઈન્‍ચાર્જ મગનભાઈ ગાવીત, તાલુકા પંચાયતના સભ્‍યો તેમજ દેવદુર્લભ કાર્યકર્તાઓ, ગ્રામજનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી સહિત વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ

vartmanpravah

અંબાચ ગામે એક્‍સપાયરી ડેટના ખાદ્ય પદાર્થો ઝડપાયા

vartmanpravah

સરીગામ પંચાયતની ચૂંટણીમાં રાકેશભાઈ પ્રેરીત પેનલના સરપંચના ઉમેદવાર સહદેવભાઈ વધાતનો ભવ્‍ય વિજય

vartmanpravah

સંઘપ્રદેશની ઔદ્યોગિક રોકાણ પ્રોત્‍સાહન યોજના અંતર્ગત સેલવાસના કલાકેન્‍દ્ર ખાતે રૂા.19 કરોડ 80 લાખની સબસીડીના ચેકનું કરાયેલું વિતરણ

vartmanpravah

‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં સંઘપ્રદેશ દમણના બોક્‍સર સુમિતે ક્‍વાર્ટર ફાઈનલમાં દિલ્‍હીના બોક્‍સર કુલણાને 5-0થી આપેલી હાર

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’, ‘માટી કો નમન, વીરો કો વંદન’ અભિયાન અંતર્ગત સ્વતંત્રતા દિવસે ભામટી પ્રગતિ મંડળે નિવૃત્ત સૈનિક અમૃતભાઈ કાલીદાસનું કરેલું સન્માન

vartmanpravah

Leave a Comment