Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વંદે ભારત એક્‍સપ્રેસ 5મી વખત અકસ્‍માતનો ભોગ બની : ઉદવાડામાં ટ્રેન સાથે ગાય ભટકાઈ

સંજાણમાં 20 મિનિટ થોભાવાઈ : એન્‍જિનના આગળના ભાગે થયેલ નુકશાન મરામત બાદ મુંબઈ જવા રવાના

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વંદે ભારત સુપર ફાસ્‍ટ એક્‍સપ્રેસ ફરી વધુ એકવાર અકસ્‍માતનો ભોગ બની છે. ગુરૂવારે સાંજે વલસાડથી મુંબઈ તરફ જઈ રહેલી ટ્રેન ઉદવાડા પાસે અકસ્‍માત નડયો હતો. એક ગાય એન્‍જિન સાથે ભટકાઈ હતી. જો કે ટ્રેન ચાલુ જ રહી હતી પરંતુ સંજાણમાં 15-20 મિનિટ ટ્રેન થોભાવાઈ હતી. એન્‍જિનની આગળના શંકુ સેદને થયેલા નુકશાનની મરામત બાદ ટ્રેન મુંબઈ જવા રવાના કરાઈ હતી. જો કે મુસાફરો તદ્‌નસલામત રહ્યા હતા.
વંદે ભારત ટ્રેન પ્રારંભ બાદ પાંચમી વાર અકસ્‍માત નડયો છે. ઉદવાડા પાસે પુરઝડપે પસાર થઈ રહેલી ટ્રેનના એન્‍જિન સામે ગાય આડે આવી જતા ભટકાતા એન્‍જિનનો આગળનો સેફને નુકશાન થયું હતું. ટ્રેનને સંજાણમાં થોભાવીને મરામત બાદ રવાના થઈ હતી. વંદે માતરમ ટ્રેનને આણંદમાં અમદાવાદ મણીનગરમાં એમ અગાઉ ચાર વાર ઢોરોને લઈ અકસ્‍માત થયા છે. રેલવે સુત્રો મુજબ આ વર્ષે ઢોરોના કારણે જ 4 હજાર ટ્રેન પ્રભાવિત બની છે. પાટા ઉપર ઢોર આવી જતા અકસ્‍માતો થાય છે. ઉદવાડામાં પણ પાટા ઉપર ગાય આવી જતા વંદેભારત એક્‍સપ્રેસ અકસ્‍માતગ્રસ્‍ત થઈ છે. વાંક રેલવે તંત્રનો નહી પણ ઢોરોની સમસ્‍યાનો છે. જો કે પ્રિમિયમ ટ્રેનોમાં એન્‍જિનના આગળનો ભાગ શંકુ આકારનો મજબુત ફાઈબરનો બનાવાય છે તેથી એન્‍જિન કે ચેચીસને નુકશાન થતું નથી. પાંચેય અકસ્‍માતોમાં મુસાફરો અને એન્‍જિન સલામત રહ્યા છે.

Related posts

ચીખલી તાલુકામાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર: સમરોલીની શ્રી સ્વામીનારાયણ સ્કૂલનું ૧૦૦ ટકા પરિણામ જાહેર થતાં શાળા પરિવારમાં ફેલાયેલી ખુશી

vartmanpravah

દાનહ જિલ્લા ન્યાયાલય ખાતે ૧૧ સપ્ટેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન 

vartmanpravah

21મી જૂનના બુધવારે દાદરા નગર હવેલીમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

દાનહઃ એક ખાનગી શાળાની સગીર વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્‍કર્મ મામલે સાંસદ કલાબેન ડેલકરના પ્રતિનિધિ મંડળે એસ.પી.ને પાઠવેલું આવેદનપત્ર

vartmanpravah

સેલવાસમાં જવેલર્સમાંથી સોનાની ચેન ચોરીને ફરાર થયેલ આરોપીની કરાયેલી ધરપકડ

vartmanpravah

બી.આર.ઍસ. કોલેજ થવા-ભરૂચ ખાતે ઍન.ઍસ.ઍસ.ઍકમ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞમા સંસ્થાના મંત્રી શ્રી માનસિંહભાઈ માંગરોલા, પ્રમુખશ્રી યોગેશભાઈ જોશી, તમામ વિભાગના આચાર્યશ્રીઓ, તમામ કર્મચારીગણ તેમજ ઍન.ઍસ.ઍસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. અજયભાઈ પટેલ દ્વારા ૫૦૦ વૃક્ષો રોપવામાં આવ્યા હતા.

vartmanpravah

Leave a Comment