Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કુલ 69.40% મતદાનઃ સૌથી વધુ કપરાડામાં 79.57% અને ઉમરગામમાં સૌથી ઓછું 60.43% મતદાન

ધરમપુરના હૈદરી બૂથ ઉપર સૌથી વધુ 94.71% જ્‍યારે ઉમરગામના બ્રાહ્મણ ફળિયા બૂથ ઉપર સૌથી ઓછું 13.45% મતદાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: ગુજરાત વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022 અન્‍વયે વલસાડ જિલ્લામાં 5 વિધાનસભા બેઠક 178-ધરમપુર, 179-વલસાડ, 180-પારડી, 181-કપરાડા અને 182- ઉમરગામ પર જિલ્લામાં સવારે 8થી સાંજે 5 વાગ્‍યા સુધીમાં 69.40% ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન કપરાડા બેઠક પર 79.57 ટકા જયારે સૌથી ઓછુ 60.43 ટકા મતદાન ઉમરગામ બેઠક પર નોંધાયું હતું.
જિલ્લામાં 178-ધરમપુરમાં 78.32%, 179-વલસાડમાં 66.13% અને 180-પારડીમાં 63.57% મતદાન નોંધાયું હતું. જિલ્લામાં નોંધાયેલા 1328992 મતદારો પૈકી 922349 મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લાના 684010 પુરૂષમતદારો માંથી 475173 અને 644967 મહિલા મતદારોમાંથી 447168 મતદાતાઓએ મતદાન કર્યું હતું એટલે કે જિલ્લામાં 69.47% પુરુષો અને 69.33% મહિલાઓએ મતદાન કર્યું હતું. જ્‍યારે 15 અન્‍ય મતદારો પૈકી 8 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
જિલ્લામાં ધરમપુરના હૈદરી મતદાન મથક ખાતે જિલ્લાનું સૌથી વધુ 94.71 ટકા અને ઉમરગામના બ્રાહ્મણ ફળિયા ઉમરગામ-6 બૂથ ઉપર સૌથી ઓછું 13.45 ટકા મતદાન નોંધાયું હતું. 178-ધરમપુર મત વિસ્‍તારમાં હૈદરી મતદાન મથક ઉપર સૌથી વધુ 94.71 અને સૌથી ઓછું ધરમપુર-13 બૂથ ઉપર 62.94 ટકા, 179-વલસાડ મતવિસ્‍તારોમાં સરોન-2 બૂથ પર સૌથી વધુ 89.29 ટકા જ્‍યારે સૌથી ઓછું વલસાડ-4 બૂથ ઉપર 29.01 ટકા, 180-પારડી મતવિસ્‍તારમાં ડુંગરી-4 બૂથ ઉપર સૌથી વધુ 88.57 ટકા જ્‍યારે સૌથી ઓછું વાપી-6 બૂથ ઉપર 34.37 ટકા, 181-કપરાડા મતવિસ્‍તારમાં ભવનપાડા વારોલી તલાટ-3 બૂથ ઉપર સૌથી વધુ 93.38 ટકા જ્‍યારે સૌથી ઓછું ઉતારા ફળિયા લવાછા-3 બૂથ ઉપર 45.43 ટકા અને 182-ઉમરગામમાં સૌથી વધુ નિશાળ ફળિયા નાહુલી-2 બૂથ ખાતે 88.60 ટકા જ્‍યારે સૌથી ઓછું બ્રાહ્મણ ફળિયા ઉમરગામ-6 બૂથ ઉપર 13.45 ટકા મતદાન નોંધાયુ હતું.

Related posts

ભામટી અને દમણવાડા પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા દ્વારા સાંસ્‍કૃતિ કાર્યક્રમ સાથે 61મા મુક્‍તિ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ગ્રામ પંચાયત નારગોલ દ્વારા મેગા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

દમણ જિલ્લામાં ભાજપના વિવિધ મંડળો દ્વારા ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વાપીના હાર્દ ગણાતા ચલા ખાતે એમ.ડી.સ્‍કીન ડો. ખુશ્‍બુ મોડાસિયાના સ્‍કીન ઝેન ક્‍લિનીકનો શુભારંભ

vartmanpravah

સેલવાસ ન.પા.માં પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી મુદ્દે ભાજપમાં પ્રગટ થયેલો અસંતોષ..?

vartmanpravah

દમણ જિ.પં.ના બાંધકામ સમિતિના ચેરપર્સન રીનાબેન તથા ભાજપ કિસાન મોર્ચાના પ્રદેશ પ્રમુખ હરિશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સ્‍કૂલબેગ કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment