Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા જીવદયા કાર્ય હેતુ ઉત્તરાયણ પર્વે 3 હજાર લાડુ શ્વાન માટે બનાવ્‍યા

વાપી શહેર-ગ્રામ્‍ય વિસ્‍તારોમાં યુવાનો પોતાના વાહનોથી મુક શ્વાનોને લાડવા પીરશશે : 250 બોક્ષ લાડુનું વિતરણ થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: આગામી તા.14-15 જાન્‍યુઆરીના રોજ વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યમાં ઉત્તરાયણ પર્વની ભવ્‍ય ઉજવણી કરવામાં આવનાર છે. ઉત્તરાયણ પર્વનો માત્ર-પતંગ ઉડાવવાનો મહિમા નથી ધાર્મિક મહિમા પણ એટલો જ સંકલાયેલો છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે સૌથી વધારે જીવદયાની માનવતા ભરી સેવા અને પ્રવૃત્તિઓ પણ લોકો દૃઢતા આસ્‍થા પૂર્વક કરે છે. વાપી રાતા પાંજરાપોળમાં ઉત્તરાયણ પર્વે સ્‍વે. જીવદયા પૂર્વની પણ દબદબાપૂર્વક ઉજવણીમાં હજારો ગાયોનું પૂજન કરી ઘાસ વિતરણ ધાર્મિકજનો મોટી સંખ્‍યામાં કરે છે. બસ આજ પરંપરાનું ઝરણું વાપી મહેસાણા યુથ મંડળ 1992થી વહાવી રહેલ છે. પ્રત્‍યેક ઉત્તરાયણ પર્વે શ્વાન માટે ઘર આંગણે લાડુ બનાવીને વાપી તેમજ ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પોતાના વાહનોમાં લાડવાના બોક્ષ ભરીને મુંગા જીવોને લાડુ ખવડાવવાની કામગીરી કરશે. આગામી તા.14 જાન્‍યુઆરીથી લાડુ વિતરણ કામગીરી શરૂ થઈ જશે.
વાપી મહેસાણા યુથ મંડળ દ્વારા આ વર્ષે પણશ્વાન માટે લાડુ બનાવવાની કામગીરીનો આરંભ અંબિકા સોસાયટીમાં આજે કર્યો હતો. ઘી, ગોળ, આટો મળી કુલ 800 કિલોના જથ્‍થાથી લાડુ બનાવાઈ રહ્યા છે. 250 જેટલા બોક્ષમાં લાડુ ભરીને યુવા સંગઠન બે દિવસમાં વાપી સહિત ગ્રામ્‍ય વિસ્‍તારમાં ઉદવાડા અને સરીગામ સુધી શ્વાનોને રૂબરૂ પહોંચી લાડુ પીરશશે. માનવતાની આ મિશાલ ભરી કામગીરી મહેસાણાના યુવાનો અવિરત 1992થી કરતા આવ્‍યા છે.

Related posts

દાનહમાં ધોરણ-10 અને 1રના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ

vartmanpravah

આજથી તા.ર9 જાન્‍યુઆરી સુધી વલસાડ-વાપી શહેરમાં રાત્રે 10 કલાકથી સવારે 6 કલાક કરફયુ અમલી:  જિલ્લામાં વધી રહેલ સંક્રમણને ધ્‍યાને લઈ ગૃહ વિભાગે લીધેલો નિર્ણય

vartmanpravah

કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ ધોડીને મળી રહેલું વ્‍યાપક સમર્થન : ડોર ટુ ડોર પ્રચાર : કાફલામાં જોવા મળી રહેલો વધારો

vartmanpravah

પારડીમાં હાઈવે ગ્રીલ તોડી ટ્રકે કંપાઉન્‍ડ દીવાલ તોડી પાડી

vartmanpravah

નરોલીથી મળેલ સિકયુરિટી સુપરવાઇઝરના હત્‍યારાની પોલીસે કરી ધરપકડ

vartmanpravah

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ અને દાનહ-દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને અંદામાન નિકોબારનો પણ હવાલો સુપ્રત કરવા ઘડાતો તખ્‍તો

vartmanpravah

Leave a Comment