October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે કાચના સ્‍ક્રેપની આડમાં લઈ જવાતા 9 લાખથી વધુના વિદેશી દારૂ સાથે એકની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.04: બનાવની પોલીસ મથેકથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી પોલીસ વિસ્‍તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમ્‍યાન પૂર્વ બાતમીના આધારે ચીખલી નેશનલ હાઈવે નં48 ઉપર થાલા ગામની હદમાં શાહિદ ચિકન સેન્‍ટર પાસે વોચ ગોઠવી હતી.દરમ્‍યાન બાતમી મુજબની ટાટા ટ્રક નંબર એમપી-09-એચએફ-6918 આવતા જેને રોકી ચેક કરતા કાચના સ્‍ક્રેપની આડમાં લઈ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 19,680 જેની કિંમત રૂા.9,84,000/ મળી આવતા પોલીસે ટાટા ટ્રકનો ડ્રાઇવર સંજુ હરિરામ ચૌધરી (ઉ.વ.40) (રહે.શિરપુર ગામ તા. ચંદનનગર થાના. ચંદનનગર જિ.ઈન્‍દોર તથા દિપક છગનભાઇ બામનીયા (ઉ.વ.30) (રહે. નાવદા પંથ ધારરોડ તા. ચંદનનગર જિ.ઈન્‍દોર એમ.પી.)ની ધરપકડ કરી ટાટા ટ્રકની કિંમત રૂા.10 લાખ, બે મોબાઈલ કિંમત રૂા.1,000/ રોકડ રૂપિયા 1,900/ મળી કુલ્લે રૂા.19,86,900/નો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે.

Related posts

ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે મોટી દમણના જમ્‍પોર ખાતે પક્ષીઘરનું કરેલું લોકાર્પણ

vartmanpravah

સોમવારની મોડી રાત્રે અથાલ દમણગંગા નદીના પુલ પરથી યુંવાને ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ નદીમાંથી બહાર કાઢી બચાવ્‍યો: યુવકની સ્‍થિતિ નાજૂક હોવાના કારણે આઈ.સી.યુ. વોર્ડમાં સારવાર હેઠળ

vartmanpravah

દીવના રહેવાસી દિપિકાબેનની ગાડીમાં આગલાગતાં ગાડી બળીને ખાખ : ગાડીમાં સવાર લોકોએ હેમખેમ બહાર નીકળી બચાવ્‍યો જીવ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં રીવેરા-22-23 થીમ ઉપર ઈન્‍ટર સ્‍કૂલ-કોલેજ પ્રતિભા કોમ્‍પિટિશન યોજાઈ

vartmanpravah

શ્રી દમણ જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ પ્રભાબેન શાહના નામની જાહેરાત થતા સન્‍માન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

vartmanpravah

Leave a Comment