January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કેબીએસ કોલેજમાં રીવેરા-22-23 થીમ ઉપર ઈન્‍ટર સ્‍કૂલ-કોલેજ પ્રતિભા કોમ્‍પિટિશન યોજાઈ

 

10 કોલેજ અને 27 સ્‍કૂલના 537 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપીના ચણોદમાં આવેલ કે.બી.એસ. કોલેજમાં રીવેરા 2022-23 કોમ્‍પિટિશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 10 કોલેજ અને 27 સ્‍કૂલના 537 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આયોજનનો મુખ્‍ય હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્‍લેટફોર્મ પુરુ પાડવાનો હતો.
કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સ કોલેજ છેલ્લા 5 વર્ષથી કોલેજ અને શાળાઓ વચ્‍ચે આ પ્રકારની સ્‍પર્ધાનું આયોજન કરે છે. જેમાં મુખ્‍યત્‍વે ક્રિકેટ, વોલીબોલ, ટેબલ ટેનિસ, ક્‍વીઝ કોમ્‍પિટિશન, પોસ્‍ટર પેઈન્‍ટીંગ,વિજ્ઞાન પ્રોજેક્‍ટ, ડ્રામા, ડાન્‍સ, હેન્‍ડીક્રાફટ જેવી વિવિધ 12 થીમ ને આવરી લેવાય છે. કોલેજ પરિવાર દ્વારા એક જ સ્‍થળે અનોખુ આયોજન કરી શકાય એ ઉદ્‌ેશથી સ્‍પેનિશ શબ્‍દ રિવેરા પસંદ કરવામાં આવ્‍યો છે. કોલેજ ટ્રસ્‍ટી કાંતિલાલ હરીયા, પ્રવિણાબેન શાહ, કાંતિલાલ હરિયા, રોફેલ ગ્રીમ્‍સ કોલેજના ડાયરેક્‍ટર ડો.કેદાર શુકલા ઉપસ્‍થિત રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્‍કાર, સર્ટી આપી પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. કોલેજ પ્રિન્‍સિપાલ પૂનમબેન ચૌહાણએ ઈવેન્‍ટનું સુંદર સંચાલન કર્યું હતું.

Related posts

દમણમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી મોટી દમણના લાઇટ હાઉસ બીચ ખાતે કરાશે

vartmanpravah

ધરમપુરમાં જાગૃત નાગરિકોની પાલિકામાં કરેલ રજૂઆત ફળી : મહા પુરુષોના સ્‍મારકોની પાણીથી સફાઈ કરાઈ

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા ‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોની વર્ષોની માંગ સંતોષાઈ- વાપીમાં હમસફર અને સૂર્યનગરી એક્‍સપ્રેસના સ્‍ટોપેજને મળેલી લીલીઝંડી

vartmanpravah

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah

Leave a Comment