January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

જુજવામાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની જાહેરસભાના પગલે ધરમપુર રોડ પર ડાયવર્ઝન અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-2022 અંતર્ગત વલસાડ જિલ્લાની તા.1લી ડિસેમ્‍બરના રોજ યોજાનારી વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી માટે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી આગામી 19મી નવેમ્‍બરના રોજ વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે ચૂંટણી પ્રચાર અર્થે આવી રહ્યા છે. તેઓ તા. 19મી નવેમ્‍બરના રોજ દમણ એરપોર્ટથી બાય રોડ વાપીમાં રોડ શો કરી વલસાડના જુજવા ગામે ગ્રીનવૂડ ખાતે જાહેર સભામાં આવનાર હોવાથી જિલ્લામાં કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જળવાય રહે તે માટે જિલ્લા મેજિસ્‍ટ્રેટશ્રી ક્ષિપ્રા એસ. આગ્રે દ્વારા તા. 19-11-2022ના રોજ બપોરે 2-00 વાગ્‍યાથી રાત્રિના 11-00 વાગ્‍યા સુધી (1) ધરમપુર ચોકડીથી ધરમપુર જતા વાહનોને ગુંદલાવ ચોકડી થઈ કલવાડા ચાર રસ્‍તા ખેરગામ રોડ થઈ ધરમપુર તરફ ડાયવર્ઝન કરવા તેમજ (2) ધરમપુરથી વલસાડ તરફ આવતા વાહનોને ધરમપુર – ખેરગામ રોડ થઈ કલવાડા ચાર રસ્‍તાથી ગુંદલાવ રોડ તરફ ડાયવર્ઝન કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે.

Related posts

વાપીમાં કાર્યરત રોડ, પુલ, અંડરપાસ અને હાઈવેના કામો અંગે ગાંધીનગરમાં ઉચ્‍ચ બેઠક યોજાઈ

vartmanpravah

ડીએનએચઆઇએ દ્વારા કેલેન્‍ડર-2025નું વિમોચન કરાયું

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

નરોલી પંચાયત ખાતે ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દા પર ગ્રામસભા યોજાઈ

vartmanpravah

નવસારી જિલ્લામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી કરી સહાય/કેશડોલ્સ ચૂકવણી

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે પરંપરા અનુસાર આદિવાસીઓ દ્વારા વરસાદી દેવ પૂજા-અર્ચના કરાઈ

vartmanpravah

Leave a Comment