January 25, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

યુઆઇએ ચૂંટણી જંગમાં યુવા ઇન્‍ડસ્‍ટ્રીયલ ટીમને ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટ્‍સના ઉદ્યોગપતિઓએ જાહેર કરેલું સમર્થન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.17
આગામી 24મી માર્ચના રોજ યુઆઈએના એક્‍ઝિકયુટિવ કમિટીની યોજનારી ચૂંટણીના દિવસો નજીક આવતા સામસામે ટકરાય રહેલી બંને પેનલે ચૂંટણીના પ્રચાર દોરમાં સંપર્ક અભિયાન અને ગ્રુપ બેઠકો ચાલુ કરી દીધી છે.
આજરોજ ઉમરગામ વસાહતમાં કાર્યરત ટેક્‍સ્‍ટાઇલ અને ગારમેન્‍ટ્‍સ ઉદ્યોગના સંચાલકોએ લેન્‍ડમાર્ક હોટલના સભાખંડમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ પેનલ સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટના સંચાલકોએ સમર્થન જાહેર કરતા યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો જુસ્‍સો બુલંદ બની જવા પામ્‍યો છે.
આ બેઠકમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીઝ ટીમના સમર્થક અને અગ્રણી પ્રમુખશ્રી ભગવાનભાઈ ભરવાડ, અગ્રણી ઉદ્યોગપતિશ્રી ઇશ્વરભાઈ બારીએ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત ઉદ્યોગપતિઓને હાલમાંવહીવટ કરી રહેલી એમની ટીમ દ્વારા ઉદ્યોગોના હિતમાં લેવામાં આવેલા અગત્‍યના નિર્ણયો અને ઉચ્‍ચસ્‍તરીય રજૂઆતો બાદ થઈ રહેલા વિકાસના કામો તેમજ નજીકના ભવિષ્‍યમાં થનારા વિકાસના કામોનો વિગતવાર ચિતાર રજૂ કરી પોતાના પક્ષ તરફ સમર્થન હાંસલ કરવાનો સફળ પ્રયાસ કર્યો હતો. જેના કારણે ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટ્‍સ ઉદ્યોગના અગ્રણી મે.ધર્મ ટેક્‍સટાઈલના શ્રી ઓમ પ્રકાશજી, શ્રી આર.કે નાયરજીએ યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમની કામગીરીની બિરદાવી હતી અને ઉપસ્‍થિત ઉદ્યોગપતિઓને સમર્થન આપવા હાકલ કરી હતી.
આ બેઠકમાં ટેક્‍સટાઇલ અને ગારમેન્‍ટસ ઉદ્યોગોના અગ્રણીઓમાં શ્રી બિનલભાઈ કાપડિયા, મે.પરમ ટેક્‍સટાઇલના શ્રી સુખવિન્‍દર સિંગ, મે.આર્ક ટેક્‍સટાઇલ્‍સના શ્રી મહેશભાઈ મહેતા, મે.વિનેલિન ટેક્‍સટાઇલના અશ્વિનભાઈ,મે. હાઈ વર્ડસ કંપનીના શ્રી નિલેશભાઈ ગોયલ, મે.સ્‍ટાર વિન કંપનીના શ્રી દિનેશભાઈ, મે.કે કે ટેક્‍સટાઇલ કંપનીના શ્રી નિલેશભાઈ તેમજ અગ્રણી ઉદ્યોગપતિ શ્રી બજરંગભાઈ ભરવાડ, યુઆઈએના પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ ગુપ્તા, શ્રી અજયભાઈ સહિત મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિઓની હાજરી જોવા મળી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં ડેલકર પરિવારના નામે નોંધાયા અનેક વિક્રમઃ પહેલાં પિતા ત્‍યારબાદ પુત્ર અને હવે પત્‍ની પણ સાંસદ બન્‍યા

vartmanpravah

દાનહમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

vartmanpravah

વાપી સલવાવ શ્રી બાપા સિતારામ આશ્રમમાં નિઃશુલ્‍ક દવાખાનાનો પ્રારંભ કરવામાં આવ્‍યો

vartmanpravah

નાની દમણના સમુદ્ર નારાયણ ઘાટ ખાતે માછી સમાજના આગેવાનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું અભિવાદન

vartmanpravah

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નારગોલ બીચની સફાઈ કરાઈ

vartmanpravah

Leave a Comment