Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવમાં સુશાસન સપ્તાહ અંતર્ગત વણાકબારા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઓર’ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.21: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવમાં આજે સંઘપ્રદેશ પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ અને દીવ કલેકટર ફવર્મન બ્રહ્માના નેતૃત્‍વમાં દીવના વણાકબારા ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત પ્રશાસન ગાંવ કી ઔર કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમનું ઉદઘાટન દીવ કલેકટર ફવર્મન બ્રહ્માએ દીપ પ્રજ્‍વલિત કરી કર્યું હતું, કાર્યક્રમમાં ઉપસ્‍થિત તમામ મહેમાનોને પુષ્‍પ ગુચ્‍છ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમ દરમિયાન અલગ અલગ સરકારી વિભાગો તથા બેન્‍કો દ્વારા સ્‍ટોલ નાખવા આવ્‍યા. જેમાં મામલતદાર વિભાગ, પરિવહન વિભાગ, વણાકબારા ગ્રામ પંચાયત, સાવિલ સપ્‍લાય, ટોરેન્‍ટો પાવર, સ્‍વાસ્‍થ્‍ય વિભાગ, ઈન્‍કવાયરી, સરલ સેવા કેન્‍દ્ર, સિવિલ રજીસ્‍ટ્રાર, બ્‍લોક ડેવલપમેન્‍ટ ઓફિસ, એસબીઆઈ, દમણ-દીવસ્‍ટેટ કો.બેન્‍ક વગેરેના સ્‍ટોલ નાખવામાં આવ્‍યા હતા. પ્રશાસન ગાવ કી ઓર કાર્યક્રમનો ઉદેશ્‍ય છે કે લોકોના સરકારથી સંકળાયેલા કામો તેમના ગામમાં જ થઈ શકે લોકોને દીવ સુધી જવું ના પડે, આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત લોકોને રાશન કાર્ડ તથા સર્ટિફિકેટોનું વિતરણ પણ કરવામાં આવ્‍યું હતું. આ તમામ સ્‍ટોલનું નિરીક્ષણ દીવ કલેકટર ફવર્મન બ્રહ્મા, ડેપ્‍યુટી કલેકટર વિવેક કુમાર, મામલતદાર ધર્મેશ દમણિયા, જીલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ, વણાકબારા ગ્રામ પંચાયતના ઈન્‍ચાર્જ સરપંચ નરસિંહ રામજીભાઈ, વગેરેએ કર્યું હતું, આજનો આ કેમ્‍પ સવારે 10 વાગ્‍યથી પાંચ વાગ્‍યા સુધી ચાલ્‍યો હતો જેમાં લોકોના કામો કેમ્‍પમાં જ કરવામાં આવ્‍યા હતા. આ કેમ્‍પમાં જિલ્લા પંચાયતના સદસ્‍યો ગ્રામ પંચાયતના સદસ્‍યો તથા મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી ડુંગરી ફળીયામાં લાગેલી ભીષણ આગ કેસમાં 13 ભંગારીયા વિરુધ્‍ધ ફરિયાદ અને ધરપકડ

vartmanpravah

વાપી કરવડમાં નવનિર્માણ થતી પ્‍લાસ્‍ટીક કંપનીમાં આગ લાગી : લાખોના મશીન-સરસામાન ખાખ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવના ઉપલક્ષમાં આજે દીવમાં યુવા કાર્યક્રમોને ખેલવિભાગ દ્વારા આયોજીત તરણ અને ફીટનેશ લીગ ચેમ્‍પિયનશીપ

vartmanpravah

વાપી હાઈવે ઉપર ડ્રાઈવરને ઝોકું આવી જતા લક્‍ઝરી બસ પલટી મારી ગઈ : બે મુસાફરના મોત, છ ઘાયલ

vartmanpravah

સંઘપ્રદેશમાં પૂર અને તોફાનની આફત સામે લડવા યોજાઈ મૉક ડ્રિલ

vartmanpravah

દુણેઠા સ્‍થિત જલદેવી માતા મંદિરના લાભાર્થે ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment