October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અથાલથી ભિલાડ થઈ સુરત જઈ રહેલ પીઓપી બેગની આડમાં દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

ટેમ્‍પો તથા દારૂ તથા પીઓપીનો જથ્‍થો મળી 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એલ.સી.બી.એ ચાલક-ક્‍લિનરની અટક કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: સેલવાસથી ભિલાડ તરફ આવી રહેલા રોડ ઉપર તળાવપાડા તળાવ પાસેથી આજે એલ.સી.બી.એ દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપી પાડી ડ્રાઈવર-ક્‍લિનરની અટક કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ એલ.સી.બી.ને મળેલી બાતમી આધારે આજે ભિલાડ તળાવપાડા તળાવ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળો ટેમ્‍પો નં.એમએચ 47 વાય 7401 આવતા પોલીસે અટકાવી ચેકીંગ કરતા ટેમ્‍પોના ફાલકામાં પીઓપીબેગની આડમાં છુપાવેલ 2772 નંગ દારૂની બોટલનો જથ્‍થો મળી આવ્‍યો હતો. ચાલક અંકેશ કમલા પ્રસાદ યાદવ અને ક્‍લિનર આનંદ વસંત કામલેની અટક કરી પુછપરછ કરાઈ હતી. દારૂનો જથ્‍થો અથાલ (સેલવાસ) ચોકડીથી પ્રદીપ મિશ્રાએ ભરાવ્‍યો હતો. ભિલાડથી સુરત તરફ જથ્‍થો લઈ જવાનો હતો. પોલીસે દારૂનો જથ્‍થો તથા પીઓપી બેગ તથા બે મોબાઈલ મળી 8.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

દાનહમાં સોમવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ: 4 ઓગસ્‍ટે ડોંબિવલીકર ફ્રેન્‍ડશીપ મેરેથોન સાથે હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકાએ 300મી હાફ મેરેથોન પૂર્ણ કરી

vartmanpravah

પરીયામાં મોપેડ અને મારુતિ સ્‍વિફટ કાર વચ્‍ચે અકસ્‍માત: મોપેડ ચાલકનું ઘટના સ્‍થળ પર જ મોત, મારુતિ ચાલક ગાડી મૂકી ફરાર

vartmanpravah

ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

દમણમાં વિવિધ મંડળો દ્વારા સ્‍થાપિત અઢી દિવસની શ્રીજીની મૂર્તિનું કરાયેલું વિસર્જન

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલે જરૂરિયાતમંદ વૃદ્ધ મહિલાને વ્‍હીલ ચેર અર્પણ કરી

vartmanpravah

Leave a Comment