September 7, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાયબ કલેક્‍ટર પ્રિયાંશુ સિંહની અધ્‍યક્ષતામાં દમણ કલેક્‍ટરાલયના સભાખંડમાં મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી)ની સોશિયલ મીડિયા પ્રભાવકો સાથે યોજાયેલી બેઠક

ચૂંટણી સમયે માહિતી અને સમાચારોની સત્તાવાર પુષ્‍ટિ કરવા તેમજ ખોટી માહિતી અને ભડકાઉ પોસ્‍ટને રોકવા તથા કોઈપણ વ્‍યક્‍તિની છબીને ખરાબ કરનારી પોસ્‍ટને પ્રસારિત નહીં કરવા સહિત ચૂંટણી સંબંધિત તમામ પોસ્‍ટ માટે ચૂંટણીના ઉમેદવાર કે રાજકીય પક્ષો પાસેથી તેને પ્રસારિત કરવા માટેના પ્રમાણપત્રની નકલ મેળવવા તમામ સોશિયલ મીડિયા પ્રભાવકોને સૂચન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.31 : આગામી લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં દમણ જિલ્લા ચૂંટણી તંત્રએ આ વખતે નિષ્‍પક્ષ પારદર્શક અને મુક્‍ત, ન્‍યાયી ચૂંટણી યોજવા માટે કમર કસી છે. જેમાં તંત્રએ વિવિધ દેખરેખ સમિતિઓનું પણ ગઠન કર્યું છે.
જેના ઉપલક્ષમાં ગઈકાલે શનિવારે સાંજે 5:00 વાગ્‍યે દમણ જિલ્લા નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહની અધ્‍યક્ષતામાં કલેક્‍ટરાલયના સભાખંડમાં મીડિયા સર્ટિફિકેશન એન્‍ડ મોનિટરિંગ કમિટી (એમસીએમસી)ની સોશિયલ મીડિયાપ્રભાવકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણ સહિત વાપી વિસ્‍તારના સોશિયલ મીડિયા પ્રભાવકો ઉપસ્‍થિત રહ્યા હતા.
આ બેઠકમાં નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે આગામી લોકસભા ચૂંટણીના સંબંધમાં માહિતી આપતા જણાવ્‍યું હતું કે, દેશના બહુમતિ યુવાઓ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે, તેથી ચૂંટણી સમયે માહિતી અને સમાચારોની સત્તાવાર પુષ્‍ટિ હોવી જરૂરી છે. તેનાથી ખોટી માહિતી અને ભડકાઉ પોસ્‍ટને રોકી શકાય. તેમણે તમામ સોશિયલ મીડિયા પ્રભાવકોને જણાવ્‍યું હતું કે, કોઈપણ વ્‍યક્‍તિની છબીને ખરાબ કરનારી પોસ્‍ટને પ્રસારિત કરવામાં નહીં આવે તથા ચૂંટણી સંબંધિત તમામ પોસ્‍ટ માટે ચૂંટણીના ઉમેદવાર કે રાજકીય પક્ષો પાસેથી તેને પ્રસારિત કરવા માટેના પ્રમાણપત્રની નકલ મેળવવી આવશ્‍યક છે.
નાયબ કલેક્‍ટર શ્રી પ્રિયાંશુ સિંહે વધુ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, સોશિયલ મીડિયા જેમ કે, વોટ્‍સએપ, ઈન્‍સ્‍ટ્રાગ્રામ, ફેસબૂક તથા એક્‍સ(ટ્‍વીટર) જેવાની તમામ પ્રવૃત્તિઓ ઉપર સમિતિઓ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉપરાંત શ્રી સિંહે તમામ સોશિયલ મીડિયા પ્રભાવકોને મતદાન સાથે સંબંધિત સામગ્રી બનાવવા માટે પણ અપીલ કરી હતી, જેથી વધુમાં વધુ લોકો જોડાઈ શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પંચનીસૂચના મુજબ, કોઈપણ ઉમેદવારો અને રાજકીય પક્ષોની જાહેરાતો એમસીએમસીના પ્રી-સર્ટિફિકેશન દ્વારા કરવામાં આવશે, જે માત્ર જાહેરાતોની ગુણવત્તાને સુનિヘતિ કરશે જ, પરંતુ એ પણ સુનિヘતિ કરશે કે ચૂંટણી પંચના નિયમોનું કોઈ ઉલ્લંઘન તો નથી થઈ રહ્યું ને…?

Related posts

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં ખેતી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, માધ્‍યમિક અને ઉચ્‍ચતરમાધ્‍યમિક શાળા સલવાવ દ્વારા રંગે ચંગે ‘‘રાષ્‍ટ્રીય વિજ્ઞાન દિવસ”ની ઉજવણી કરાઈ

vartmanpravah

દીવ બાલભવનના બાળકોએ ‘બાલ ગીત’ અને ‘બાલ વાર્તા’ની રચના કરી

vartmanpravah

વલસાડ ખાતે પંચાયત ગ્રામ નિર્માણ તથા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સુશાસન સપ્‍તાહ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો: મનરેગા યોજના અંતર્ગત રૂ.૨૨૬ લાખના ૧૫૪ કામોનું ખાતમુહૂર્ત તેમજ ૧૪ લાખના ૪૯ કામોનું લોકાર્પણ

vartmanpravah

શીરડી ગયેલા 33 મુસાફરો રસ્‍તા રોકો આંદોલનમાં ફસાયા હતા: સાપુતારા પોલીસે સિવિલ ડ્રેસમાં રાત્રે મુસાફરોનું રેસ્‍ક્‍યુ કર્યું

vartmanpravah

Leave a Comment