દશ દિવસ માતાજીની અર્ચના, પૂજા, આરાધનાકરી ભાવિકો મૂર્તિઓનું વિસર્જન કરશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.28
આજે અષાઢી અમાસનો દિવસ એટલે દિવાસાના દિવસનો અપરંપાર મહિમા છે. વલસાડ સહિત જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાવિક ભક્તો દ્વારા દશામાની મૂર્તિઓની સ્થાપના કરી હતી. વાજતે ગાજતે માતાજીની મૂર્તિઓની ઢોલનગારાના ઉત્સાહભેર ઠેર ઠેર સ્થાપના કરાઈ હતી.
અષાઢી અમાસનો દિવસ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાગત દિવાસાના પર્વનો દિવસ છે. આજથી દશ દિવસ દશામાની મૂર્તિઓની સ્થાપિત કરાયેલ મૂર્તિઓની પૂજા-અર્ચના અને આરાધના કરવામાં આવી હતી. આ પર્વ દશ દિવસ સુધી ચાલે છે. તેથી આજે પ્રથમ દિવસે ભાવિકો નાચતા ગાતા, ઢોલ ત્રાસાના તાલે ઉલ્લાસભેર દશામાની મૂર્તિઓ લઈ આવી ઘરો કે મહોલ્લામાં વિધિવત સ્થાપના કરી હતી. 10 દિવસ સુધી આરતી, ભજન, પુજા-પાઠ માતાજીના ભક્તો કરશે અને દશમાં દિવસે અશ્રુભીની આંખે ભક્તો રાત્રે માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરી ધન્યતા અનુભવશે.