April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં જાહેર રોડ ઉપર જીવંત વિજ તાર નીચે પડી જતા અફરા તફરી મચી

વિજ તાર નીચેથી પસાર થઈ રહેલા પિતા-પૂત્ર ગભરાઈ પાસેની દુકાનમાં દોડી ગયા બાદ શ્વાસ લીધા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી જી.આઈ.ડી.સી. ટાઉનશીપ ગુંજન વિસ્‍તારમાં સોમવારે બપોરે અચાનક જીવંત તાર નીચે પડી જતા વિસ્‍તારમાંઅફરા તફરી મચી જવા પામી હતી.
ઘટના સ્‍થળેથી પ્રાપ્ત વિગતો જાણવા મળ્‍યા મુજબ ગુંજન ચાર રસ્‍તા રાજા રાણી પાવવડાની દુકાન પાસેથી પિતા-પૂત્ર પસાર થઈ રહ્યા હતા ત્‍યારે દક્ષિણ ગુજરાત વિજ કંપનીનો હાઈટેન્‍શન વાયર અચાનક તૂટી પડયો હતો. તેથી પિતા-પૂત્ર ગભરાઈને નજીકની દુકાનમાં ઘૂસી જઈને નિરાંતનો શ્વાસ લીધો હતો. ઘટના બાદ વેપારીઓએ વિજ કંપનીને જાણ કરતા ટીમ ઘટના સ્‍થળે ધસી આવી હતી અને તાબડતોબ મરામતની કામગીરી આટોપી દીધી હતી. તાર પડવાથી ખોરવાયેલ વિજ પ્રવાહ એકાદ કલાકની બ્રેક બાદ ચાલુ થઈ ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અંડરગ્રાઉન્‍ડ વિજ લાઈનની કામગીરી પૂર્ણ થયા બાદ આ પ્રકારના અકસ્‍માતો અટકી જશે. ઘટનામાં કોઈને પણ ઈજા થવા પામી નહોતી.

Related posts

વાપીની યુવતિ જાગૃતિ કાતરીયાએ ગિનિસ બુક ઓફ વર્લ્‍ડ રેકર્ડ પાર્ટિસિપેશન સર્ટી હાંસલ કર્યું

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

ખાનવેલ સબ ડિવિઝનની ટીમે સુદૂર ગામ કૌંચા અને દપાડાની મહિલા મંડળોની લીધેલી મુલાકાત

vartmanpravah

ધરમપુર મૃગમાળ પ્રા.શાળાના વિવાદિત શિક્ષક દુર કરવાની માંગણી બાદ પણ હાજર થતા લોકોએ શાળાને તાળા માર્યા

vartmanpravah

દાનહ કોંગ્રેસમાં અમોલ મેશ્રામ બન્‍યો સેવાદળનો મુખ્‍ય સંગઠક

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદના પ્રારંભ સાથે ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા

vartmanpravah

Leave a Comment