Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી: ભૂતકાળ ભૂલીને ચાલવા કાર્યકરોને અભિનવ ડેલકરે કરેલું આહ્‌વાન

ભાજપના ઉમેદવાર બનેલા સાંસદ કલાબેન ડેલકર જૂથના સર્મથકોએ કરેલું શાહી સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14 : શિવસેના છોડી ભાજપમાં સામેલ થયેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીનાસાંસદ અને ભાજપના લોકસભા-2024ના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકરે પોતાના સમર્થકો સાથે આજે મહત્‍વની બેઠક યોજી હતી. બેઠકમાં સમર્થકોનું અભિવાદન ઝીલી સમર્થકો સાથે શક્‍તિ પ્રદર્શન કર્યું હતું અને સેલવાસ ભાજપ કાર્યાલય પર જઈ સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કરી વિધિવત ભાજપમાં સામેલ થવાની જાહેરાત કરી હતી.
લોકસભા ચૂંટણી-2024ના દાદરા નગર હવેલી બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે ટિકીટ મળ્‍યા બાદ શ્રીમતી કલાબેન ડેલકર અને તેમના સુપુત્ર શ્રી અભિનવ ડેલકરે પોતાના સમર્થકો સાથે આ બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્‍યામાં તેમના સર્મથકો ઉપસ્‍થિત રહ્યા હતા. માતા-પુત્રએ અત્‍યાર સુધી જે રીતે સહયોગ આપ્‍યો છે એ જ રીતે આગળ પણ સમર્થન આપતા રહેવા તેમજ ભાજપનું નિશાન કમળના ફૂલ ઉપર મહોર મારવા અપીલ કરી હતી. ત્‍યારબાદ દાદરા નગર હવેલીના શિવસેના સાંસદ અને 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જાહેર થયેલા શ્રીમતી કલાબેન ડેલકરે તેમના સાયલી ખાતેની વાડીમાં આવેલા નિવાસ સ્‍થાને પણ કાર્યકરોનું જોરદાર અભિવાદન ઝીલ્‍યું હતું અને તમામ સમર્થકોને અભિનંદન આપ્‍યા હતા.
આ પ્રસંગે શ્રીમતી કલાબેન ડેલકરે જણાવ્‍યું હતું કે, પૂર્વ સાંસદ મોહનભાઈના નિધન પછી કપરો સમય હતો. તે સમયે પ્રદેશના લોકો ડેલકર પરિવાર સાથે ઉભારહ્યા અને જંગી બહુમતથી જીત અપાવી. પ્રદેશની અનેક સમસ્‍યાઓ માટે સંસદમાં તેઓ અવાજ ઉઠાવતા રહ્યા હતાં. હવે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તેમના કાર્યની સરાહના કરી ભાજપમાં સામેલ કર્યા છે દાનહ લોકસભા બેઠકના ઉમેદવાર બનાવ્‍યા છે. શ્રીમતી કલાબેન ડેલકરે વધુમાં જણાવ્‍યું હતું કે, તેમને લોકસભા ચૂંટણી લડવાનો આ બીજો અવસર મળ્‍યો છે, જે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદીએ આપ્‍યો છે ત્‍યારે હવે ભાજપ સાથે રહીને પ્રધાનમંત્રીશ્રીના આદેશ પ્રમાણે પ્રદેશમાં હજુ પણ પાણી, રસ્‍તા તેમજ શિક્ષણ બાબતની કેટલીક સમસ્‍યાઓ છે, જેનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરીશું. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તેમના પર વિશ્વાસ મુક્‍યો છે અને ગુજરાત-દાદરા નગર હવેલીની દીકરી તરીકે આશ્વાસન આપ્‍યું છે. ભારતીય જનતા પક્ષ અને વડાપ્રધાનશ્રીએ લોકસભા બેઠકની ટિકીટ આપીને જે મારા ઉપર જે વિશ્વાસ મુક્‍યો છે તેમાં અમે ખરા ઉતરીશું એવો સધિયારો શ્રીમતી ડેલકરે આપ્‍યો હતો. તેમણે પ્રદેશના તમામ લોકોને અપીલ જણાવ્‍યું હતું કે, તમારા સૌના સાથ અને સહકારથી ફરી દાનહ બેઠક ઉપર જંગી બહુમતથી જીત મેળવીશું અને વિકાસના દરેક કામોમાં ભાગીદાર બનીશું.
આ અવસરે શ્રી અભિનવ ડેલકરે સૌનો આભાર માન્‍યો હતો અને જણાવ્‍યું હતું કે, જેઓ અત્‍યાર સુધી આપણા પ્રતિસ્‍પર્ધીહતા તેમની સાથે હવે કામ કરવાનું છે અને આ લોકસભા ચૂંટણી જીતવાની છે. તેમણે જણાવ્‍યું હતું કે, ડેલકર પરિવારને અત્‍યાર સુધી જે લોકો સમર્થન આપતા આવ્‍યા છે તેઓ અમારા આ નિર્ણયને પણ વધાવે અને આગામી દિવસોમાં પણ એજ પ્રેમ ડેલકર પરિવારને આપતા રહે. અત્‍યાર સુધી આપણે તાકાત બનીને ઉભર્યા છીએ, આગામી દિવસોમાં પણ તમામ સમર્થકો સાથે ઉભા રહેશે એવી આશા છે. પ્રદેશના હિત અને ભવિષ્‍ય માટે દરેકને સાથે લઈને ચાલીશું. ભૂતકાળમાં જે બન્‍યું તેને ભૂલીને સાથે માર્ગે ચાલવાનું છે. પાર્ટીએ મુકેલ વિશ્વાસમાં ખરા ઉતરી ફરી ઐતિહાસિક જીત મેળવીશું.
આજની બેઠકમાં ઉપસ્‍થિત ડેલકર જૂથના સમર્થકોએ લોકસભા બેઠકના ભાજના ઉમેદવાર શ્રીમતી કલાબેનને પુષ્‍પગુચ્‍છ આપી અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દિવાળીના પર્વ નિમિત્તે નવસારીની સર જે.જે. પ્રાયમરી શાળામાં વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

ડો.અપૂર્વ શર્માએ દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મહિલા દિનની કરેલી ઉજવણી કરી

vartmanpravah

આમધરા ગામે નહેરમાં ડુબી જવાથી વાંસદાના વેપારીનું મોત

vartmanpravah

…અને એટલે જ દાનહ અને દમણ-દીવનો ડંકો દુનિયામાં પણ વાગી રહ્યો છે

vartmanpravah

વાપી ચાર રસ્‍તાથી ચણોદ સુધીના રોડની વર્ષો જૂની સમસ્‍યા ચાલુ ચોમાસામાં બેવડાઈ

vartmanpravah

Leave a Comment