Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરખાતે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવની આજે પૂર્ણાહૂતિ

મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવના સમાપન ટાણે આજે રક્‍તદાન શિબિર યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: નાની દમણના મશાલચોક ખાતે આવેલ પ્રસિદ્ધ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી શ્રી મેલડી માતાના મંદિર ખાતે તા.14મી માર્ચથી 22મી માર્ચ સુધી આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનું આજે સમાપન કરવામાં આવશે.
મંદિરના નવનિર્માણ માટે આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવના આજે અંતિમ દિવસે બપોરે 12:00થી સાંજના 5:00 કલાક દરમિયાન રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું છે. કથા શ્રવણનો સમય બપોરના 3:00થી સાંજના 6:00 કલાક દરમિયાનનો રહેશે.
ત્‍યારબાદ આજે રાત્રે 7:30 વાગ્‍યાથી ભજન, રાસ-ગરબા અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હોવાનું જણાવી ભગવતી સેવા સમિતિ અને માઁ ભક્‍ત શ્રી ભદ્રેશભાઈ દ્વારા તમામ સનાતન ધર્મપ્રેમીઓને આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

વલસાડ-નવસારી જિલ્લામાં પ્રતિ સોમવારે ઉદ્યોગોનો વીજકાપ રહેશે : સરકારનો નિર્ણય

vartmanpravah

સંતની સાચવણી માટે સંસ્‍કાર, સત્‍સંગ અને શિવ ભક્‍તિની જરૂરિયાત : મેહુલભાઈ જાની

vartmanpravah

સેલવાસની હોરીઝોન હાઈટ્‍સ સોસાયટીના મુખ્‍ય ગેટ પાસે વાઇનશોપ ખોલવાનો રહિશોએ કરેલો વિરોધ

vartmanpravah

વેલસ્‍પન ફાઉન્‍ડેશન દ્વારા વલસાડ અને કચ્‍છ જિલ્લામાં લોકો સાથે મળી વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

વાપી બંગાળી સમાજ દ્વારા વીઆઈએ ગ્રાઉન્‍ડમાં અતિ ભવ્‍ય દુર્ગાપૂજાનું આયોજન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 37 ફોર્મ ભરાયા

vartmanpravah

Leave a Comment