July 28, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું નિઃશુલ્‍ક ઓપરેશન

બી.એ.પી.એસ. સંસ્‍થા પ્રમુખ સ્‍વામિ મહારાજની જન્‍મ દ્વિશતાબ્‍દી ઉજવણી અંતર્ગત સમાજ સેવાનું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્‍થા (બી.એ.પી.એસ.) દ્વારા સુરતમાં હોસ્‍પિટલ કાર્યરત છે. સંસ્‍થા પ્રમુખ સ્‍વામી મહારાજની જન્‍મ દ્વિશતાબ્‍દીની ઉજવણી કરી રહેલ છે તેથી સમગ્ર ગુજરાત ભરમાં બી.એ.પી.એસ. દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિના આયોજન થઈ રહ્યા છે તે અંતર્ગત સુરત બી.એ.પી.એસ. હોસ્‍પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્‍બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું મફત ઓપરેશન કરવાનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. જોઈન્‍ટ રિપ્‍લેશમેન્‍ટ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.
દક્ષિણ ગુજરાતના ઘુંટણના દર્દી કે સાંધાથી પીડીત દર્દીઓબી.એ.પી.એસ. હોસ્‍પિટલનો સંપર્ક કરી મફત ઓપરેશનનો લાભ લઈ શકે છે. જે દર્દીઓએ આ યોજનાનો લાભ લેવા ઈચ્‍છતી હોય તેઓએ બી.એ.પી.એસ. સુરત હોસ્‍પિટલમાં ડો.રિચેશ કાપડીયાનો સંપર્ક કરી નામ નોંધાવવું જરૂરી છે. હોસ્‍પિટલ નં.(0261) 2781000 મોબાઈલ નં.987964 4144 તથા 987964 4424 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા કૂતરાઓની નિયમિત થતી નશબંધી છતાં સતત વધતી વસ્‍તી : નશબંધીના નામે તો નથી લખાતું ને નામું?

vartmanpravah

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ‘વિશ્વ યોગ દિવસે’ ગુજરાતના વિવિધ સ્થળોઍ યોગના કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

GNLU સેલવાસ કેમ્‍પસમાં એસસી/એસટી અત્‍યાચાર નિવારણ અધિનિયમ, 1989 પર આઉટરીચ પ્રોગ્રામ સાથે ‘બંધારણ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.ની ગ્રામસભામાં રચનાત્‍મક વિકાસનો જયઘોષ

vartmanpravah

નાની દમણના કડૈયા પ્રગતિ મંડળ દ્વારા અંબા માતાજીના 16મા પાટોત્‍સવની ધામધૂમ અને ભક્‍તિભાવ પૂર્વક કરાયેલીઉજવણી

vartmanpravah

દાનહઃ સીલી ગામના ચોકીપાડાનો રસ્‍તો અત્‍યંત જર્જરિત અને બિસ્‍માર: તાત્‍કાલિક રિપેર કરવા ગ્રામજનોની બુલંદ માંગ

vartmanpravah

Leave a Comment