April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા. દ્વારા કૂતરાઓની નિયમિત થતી નશબંધી છતાં સતત વધતી વસ્‍તી : નશબંધીના નામે તો નથી લખાતું ને નામું?

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25
સેલવાસ પાલિકા વિસ્‍તારમાં રખડતા કૂતરાઓની સંખ્‍યામાં ઘણો વધારો થયો હોવાને કારણે અને રાહદારીઓ તેમજ વાહન ચાલકોની પાછળ દોડી કરડવાનો પ્રયાસ કરતા હોવાને કારણે ડોગ બાઈટની ઘટનાઓ પણ વધી છે. કલેકટર કચેરીના સંકલન અને આયોજન દ્વારા દાનહમાં કૂતરાઓની સંખ્‍યાને નિયંત્રિત કરવા માટે પશુપાલન વિભાગ અને પાલિકા દ્વારા નસબંધી અને ગર્ભનિરોધક કાર્યક્રમ ચલાવવામા આવી રહ્યો છે. પરંતુ તે ફક્‍ત કાગળ ઉપર જ ચાલતો હોવાનું દેખાય રહ્યું છે. કારણ કે કૂતરાઓની નશબંધી અને ગર્ભનિરોધક કાર્યક્રમો સમયસર ચલાવાતા હોવા છતાં કૂતરાઓની સંખ્‍યા દિન-પ્રતિદિન વધતી જ રહે છે. ત્‍યારે નશબંધી અને ગર્ભનિરોધક પાછળ થતાં ખર્ચાનો કયાશ પણ કાઢવો જોઈએ એવી માંગ પ્રબળ બની રહી છે.
દરમિયાન, વિભાગ દ્વારા ત્રણ ઓપરેશન થિયેટર બનાવવામા આવ્‍યા છે અને એ માટે નવ ડોક્‍ટરોની નિયુક્‍તિ કરવામા આવી છે.જીપીએસ ટેગિંગ કરી કૂતરાઓને પ્રશિક્ષિત લોકો દ્વારા પકડવામા આવે છે જેઓને સર્જરી બાદ ફરી એજ સ્‍થાને પાછા છોડી દેવામા આવે છે. દરરોજ અંદાજીત 30થી 40 કૂતરાઓને પકડીને હાસ્‍પિટલમા લાવવામા આવે છે.
પશુપાલન વિભાગ અને પાલિકા દ્વારા સ્‍વચ્‍છ પશુ આશ્રર્યસ્‍થાનોબનાવવામા આવ્‍યા છે જ્‍યા શ્વાનને ચાર દિવસ સર્જરી પહેલા એક દિવસ અને ઓપરેશન પછીની સંભાળ માટે ત્રણ દિવસ રાખવામા આવે છે.કૂતરાઓને દિવસમા બે વખત પૌષ્ટિક અને આરોગ્‍યપ્રદ ખોરાક આપવામા આવે છે. સાથે સાથે જરૂરી દરેક કાળજી પણ રાખવામા આવે છે આ યોજના 20 દિવસ સુધી ચાલશે અને પંચાયતોને પણ આ યોજનામા સામેલ કરવામા આવશે.
કલેકટર કચેરીના સંકલન અને આયોજન દ્વારા પશુપાલન વિભાગ અને પાલિકા આ કામગીરી કરી રહ્યુ છે. અત્‍યાર સુધીમા 40 કૂતરાઓનુ સફળતાપૂર્વક ઓપરેશન કરવામા આવ્‍યુ છે. દાનહના તમામ રખડતા કૂતરા માટે નશબંધીની આ યોજના ચલાવવામા આવશે.

Related posts

વલસાડ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા જિલ્લા કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ આહ્‌વાન કર્યું

vartmanpravah

સુંઠવાડ પાટિયા પાસે ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે ઓઈલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા રસ્‍તા ઉપર ઓઈલની નદીઓ વહેતી થઈ હતી

vartmanpravah

દાનહઃ ખેરડી પંચાયતના કલા ગામમાં ત્રિ-દિવસીય ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

પારડી તાલુકાના અરનાલા ગામમાં ચોમાસામાં શરૂ કરાયેલા ડામર પ્લાન્ટથી ખેતી અને લોકોના સ્વાસ્થ્ય સામે ઉભો થયેલો ખતરો

vartmanpravah

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

બગવાડા ટોનાકાથી 33 લાખથી વધુના મુદ્દામાલ સહિત દારૂ ભરેલ કન્‍ટેઈનર ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment