October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજની વિદ્યાર્થીનીઓ ફૂટબોલમાં ઝળકી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ચણોદ કોલોની સ્થિત કેશવજી ભારમલ સુમારિયા એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વિધાર્થીઑને રમતોનુ જ્ઞાન, તાલીમ તેમજ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત તમામ ખેલાડીમિત્રોની ફૂટબોલ (ગર્લ્સ) માટે ફૂટબોલ રમતમાં સિલેકશન યોજવામાં આવ્યુ હતું. જેમાં સમગ્ર યુનિવર્સિટીમાંથી વિવિઘ કોલેજોમાંથી આવેલ ખેલાડી મિત્રોએ પોતાનું કૌશલ્ય દર્શાવતા સદર કોલેજના વિધાર્થીનીઓની ૧. મારીયા નજીબ (T.Y. B.Com.), ૨. મૈત્રી ચૌહાણ (F.Y.BCA), ૩. પ્રાચી શર્મા (F.Y.B.Com.), ૪. આંચલ પાંડે (F.Y.B.Com.) ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ફૂટબોલ (ગર્લ્સ) પસંદગી પામેલ છે. જ્યારે ૧. નંદની ગુપ્તા (S.Y.B.Com.), ૨. નીકિતા ભાનુશાલી (S.Y. B.Com.), ૩. રીના પ્રજાપતિ (F.Y.B.Sc.) ને અવેજી પ્લેયર તરીકે સિલેકશન થયેલ છે. જેઓ ફુટબોલ ટુર્નામેન્ટ લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટી ટ્યુટ ઓફ ફિઝીકલ એજ્યુકેશન, ગ્વાલીયર, મધ્યપ્રદેશ ખાતે ભાગ લેનાર છે. આ ખેલાડીઓને તાલીમ અને માર્ગદર્શન શારીરિક શિક્ષણના મદદનીશ પ્રાધ્યાપક ર્ડો. મયુર પટેલે પૂરુ પાડયુ હતું. આમ સમગ્ર યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ અને ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ખાતે ભાગ લેનાર હોય, કોલેજના આચાર્ય ર્ડો. પૂનમ બી.ચૌહાણે, પ્રાધ્યાપક તેમજ ખેલાડીમિત્રોનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ કોલેજનું નામ રોશન માટે આહવાન આપ્યું હતું.

Related posts

વલસાડ જિલ્લા વિ.પ્ર. ફાઉન્‍ડેશનના પૂર્વ અધ્‍યક્ષ સ્‍વ.સુરેશ પારીકની વાપીરાજસ્‍થાન ભવનમાં શ્રધ્‍ધાંજલી સભાઈ યોજાઈ

vartmanpravah

વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે વલસાડમાં “ચલ સાયકલ ચલાવવા જઈએ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

વલસાડ, પારડી અને ધરમપુર પાલિકામાં ચૂંટાયેલી પાંખની મુદત પુરી : વહિવટદાર પાસે સુકાન રહેશે

vartmanpravah

વાપી ચણોદ કોલોનીમાં સૌરાષ્‍ટ્ર મિત્ર મંડળ આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્‍સવમાં મહાપ્રસાદ અને ભવ્‍ય લોક ડાયરો યોજાયો

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત સ્‍કૂલ ફળિયા મુકામે રાત્રી ચોતરાસભા (ચૌપાલ)યોજાઈ

vartmanpravah

Leave a Comment