દૃશ્યો જોઈ વાહન ચાલકો તથા રાહદારીઓ આશ્ચર્યમાં મુકાયા હતા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.25: કપરાડા નાસિક હાઈવે કુંભઘાટથી નાનાપોંઢા સુધી આશરે 5 કી.મી. સુધી જૈવિક કચરો નિરોધની ચાદર પથરાઈ હતી. આવતા-જતા વાહનો આ દૃશ્ય જોઈ અચરજમાં મુકાઈ જતા જોવા મળી રહ્યા હતા.
કુંભઘાટથી નાનાપોંઢા સુધી પાંચ કિલોમીટર રોડ ઉપર આજે નિરોધ-કોન્ડોમ ઠેર ઠેર પથરાયેલ હોવાની વિચિત્ર ઘટના ઘટી હતી. લોકો આવતા-જતા આ દૃશ્ય જોઈ આશ્ચર્યમાં ડૂબી ગયા હતા. જૈવિક કચરો કોન્ડોમ પથરાયેલ જોવા મળતા લોકોએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો. બાદમાં બપોરે સ્થળ ઉપર એક ટેમ્પો દ્વારા કોન્ડોમ ભરવાની કામગીરી થતી જોવા મળી હતી. ટેમ્પો ડ્રાઈવરને લોકોએ પૂછ્યુ તો જણાવેલ કે અમારા શેઠએ અમદાવાદ લઈ જવાનું જણાવેલ છે પરંતુ સ્થાનિક અગ્રણીઓએ ઘટનાની પોલીસ અને આરોગ્ય વિભાગે તળીયાઝાટક તપાસ કરવાની માંગણી કરી હતી.