Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીઃ ખેડૂતોને સતર્ક રહેવા સૂચન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.09: વલસાડ જિલ્લામાં આગામી તા.10/12/2022 તથા તા.14/12/2012 દરમ્‍યાન સ્‍ટેટ ઈમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર, ગાંધીનગરથી મળેલી સૂચના મુજબ હવામાન ખાતા તરફથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અન્‍વયે કમોસમી વરસાદની આગાહીને ધ્‍યાને લઈ વલસાડ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અને નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી વલસાડ દ્વારા જણાવવામાં આવે છે કે, ઉક્‍ત દિવસો દરમ્‍યાન તૈયાર થનાર પાકોની લણણી કરી લેવી અથવા જો શકય હોય તો ઉક્‍ત દિવસોની આગાહી પછી કરવાની તકેદારી રાખવી. આ ઉપરાંત પાકોમાં નુકસાની ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે જરૂરી માપસર પિયત આપવું અને ખાતર વ્‍યવસ્‍થાપન કરવું, રોગ જીવાતનો ઉપદ્રવ ન વધે તેના નિયંત્રણ માટે નવસારી કળષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા જણાવેલા પગલા લેવા એવું જિલ્લા ખેતીવાડી અધિકારી અનેનાયબ બાગાયત નિયામકે અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

મૃતક વ્‍યક્‍તિના વાલી/વારસો, સગાં-સંબંધીઓએ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો

vartmanpravah

આજે વિશ્વ આદિવાસી દિવસઃ વલસાડ જિલ્લામાં 6 વર્ષમાં રૂ. 460 કરોડના ખર્ચે આદિવાસી સમાજની કાયાપલટ થઈ

vartmanpravah

કિલ્લા પારડી ખાતે પુસ્‍તક પરબનો પ્રથમ વાર્ષિક સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

છેલ્લા 80 દિવસથી સોમનાથ ગ્રા.પં.ના વોર્ડ નંબર પાંચમાં આવેલ શૌચાલયની ગંદકી છુપાવવા સરપંચ પતિએ કપડું નાંખી વપરાશ બંધ કરાવેલ હોવાનો ગ્રામસભામાં આરોપ

vartmanpravah

પારડી ખાતે સ્‍વાધ્‍યાય મંડળ સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં વીર બાળ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ધો.10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

vartmanpravah

Leave a Comment