Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં 17મી ડિસેમ્‍બરે જે.સી.આઈ. દ્વારા ‘‘વુમેથોન” ફિમેલ નાઈટ મેરેથોન યોજાશે

ત્રણ કેટેગરીમાં દોડ યોજાશે : ત્રણેય કેટેગરીના વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્‍કાર એનાયત થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી જે.સી.આઈ. દ્વારા આગામી 17 ડિસેમ્‍બરના રોજ વાર્ષિક ફલેગશિપ પ્રોજેક્‍ટ અંતર્ગત ‘‘વુમેથોન” ફિમેલ નાઈટ મેરેથોન યોજાનાર છે.
વાપી જે.સી.આઈ. છેલ્લા વર્ષથી મહિલા સશક્‍તિકરણના ભાગરૂપે મેરેથોન દોડનું આયોજન કરે છે. આગામી તા.17મી ડિસેમ્‍બરના રોજ સાંજે 7 કલાકે મહિલા નાઈટ મેરેથોન દોડ યોજાનાર છે. આ મેરેથોન દોડ ત્રણ કેટેગરીમાં યોજાશે અને તેનુ ઓનલાઈન રજીસ્‍ટ્રેશન કરવાનું હોવાથી મોબાઈલ નં.75758 03444, 99255 34785 અથવા ઈ-મેઈલ આઈડી થ્‍ઘ્‍ત્‍સ્‍ખ્‍ભ્‍ત્‍22ક્‍ઞ્‍પ્‍ખ્‍ત્‍ન્‍.ઘ્‍બ્‍પ્‍ ઉપર કરી શકાશે. દહેક સહયોગીને રૂા.2500નું વાઉચર અને આયોજકો નક્કી કર્યા મુજબ ટી-શર્ટ, ટેગ વગેરેની કીટ આપવામાં આવશે. ત્રણ કેટેગરીની દોડમાં ત્રણેય વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્‍કાર આપવામાં આવનાર છે. મેરેથોનના સ્‍પોન્‍સર હેરંબા ઈન્‍ડસ્‍ટ્રીઝ લી. છે તથા અન્‍ય વિવિધ ચીજવસ્‍તુના સ્‍પોન્‍સર પણ આ સ્‍પર્ધામાં સંકળાયેલા છે. ઉલ્લેખનીય છે કે,જે.સી.આઈ. જુનિયર ચેમ્‍બર ઈન્‍ડિયાની સ્‍થાનિક સંસ્‍થા છે તેમજ 1949 થી કાર્યરત છે.

Related posts

ખેતીના સાધનોની દિનપ્રતિદિન વધતી ચોરી અટકાવવા ચીખલી મજીગામમાં સ્‍થાનિકોએ રાજ્‍યના ગૃહમંત્રી, ડીએસપીને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ઉમરગામના વલવાડાથી 32 વર્ષીય પતિ પત્‍ની અને બે સંતાનો સાથે ગુમ

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાના યુવાનની હત્‍યાનો પ્રયાસ કરનાર એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડ સ્‍ટેશને તેજસ એક્ષપ્રેસ ટ્રેનમાં દારૂ પીને છાકટા બનેલ ત્રણને જેલ ભેગા કરાયા

vartmanpravah

હનમતમાળ PHC સેન્‍ટરની બાજુમાં પોલીસ સ્‍ટેશનના પટાગણમાં ક્રાંતિકારી બિરસામુંડા અને બાબા સાહેબ, અને સંવિધાનની પૂજા કરીને રક્‍તદાન કેમ્‍પયોજાયો

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

vartmanpravah

Leave a Comment