September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી આર.જી.એ.એસ. સ્‍કૂલમાં મેનેજમેન્‍ટ દ્વારા શિસ્‍ત માટે લવાયેલા પગલાથી વાલીઓમાં નારાજગી

શાળાના સમય બાદ મોડા આવનારા વિદ્યાર્થીઓ માટે ગેટ બંધ કરી દેવાનો લેવાયેલ નિર્ણય વાલીઓને હજમ ના થયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વાપી શ્રી જૈન યુવક મંડળ દ્વારા સંચાલિતરાયચંદ ગુલાબચંદ અચ્‍છારીવાળા સાર્વજનિક મિડલ સ્‍કૂલ (વાપી હાઈસ્‍કૂલ) દ્વારા તાજેતરમાં સ્‍કૂલ મેનેજમેન્‍ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે કેટલાક શિસ્‍તના પગલા લેવામાં આવ્‍યા છે. જેમાં સમય કરતાં વિદ્યાર્થી શાળામાં મોડો આવે તો ગેટ બંધ કરી દેવામાં આવે છે. તેમજ સતત ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓને સ્‍કૂલમાંથી એલ.સી. આપી દેવા જેવા નવા નિયમો સ્‍કૂલ શિસ્‍ત માટે જરૂરી અને આવકાર્ય નિર્ણય લેવાયા છે. જે વાલીઓને હજમ નહી થતા ક્‍યાંક ને ક્‍યાંક વિરોધ કરીર હ્યા હોવાની વિગતો પ્રકાસમાં આવી છે.
વાપી આર.જી.એ.એસ. સાર્વજનિક સ્‍કૂલમાં શાળાના આચાર્ય દ્વારા તાજેતરમાં સ્‍કૂલ શિસ્‍ત માટે કેટલાક કહેવાતા કઠોર નિયમો લાગુ કરાયા છે. જેમાં શાળાનો સમય 10:30 કલાકનો છે, ત્‍યાર બાદ ગેટ બંધ કરી દેવાય છે તેમજ વિદ્યાર્થી બે દિવસ ગેરહાજર રહે તો શાળામાંથી એલ.સી. આપી કાઢી નાખવા જેવા નિણ4યો લેવાયા છે. તેથી વાલીઓમાં વિરોધનો સુર ઉઠયો છે. જો કે શાળા દ્વારા શિસ્‍ત માટે જે કંઈ સ્‍તૂત પગલા લેવાવા જોઈએ તે વિદ્યાર્થીઓના ભાવિ માટે આવકાર્ય જ હોય તેવુ વાલીઓ પણ શાળાના નવા લેવાયેલ નિર્ણય માટે શાળા સાથે બનવું જોઈએ તેવા સકારાત્‍મક વિચારોને સ્‍થાને નકારાત્‍મક વિચારો ખરેખર ના રાખવા જોઈએ તેવુ અન્‍ય કેટલાક વાલીઓ પણ જણાવી રહ્યાછે.

Related posts

વલસાડમાં પરિણિતાને ફોનમાં કહેવાયુ કે તારા પતિને લઈ જા નહીં તો મારી નાખુ છું…. અને યુવાનનો જીવ ગયો

vartmanpravah

આજે વલસાડમાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી થશે

vartmanpravah

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે રાષ્‍ટ્ર ઉત્‍થાન અનુલક્ષીને વ્‍યાખ્‍યાન યોજાયું

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની એક મહિલા કંડક્‍ટરે કરેલી આત્‍મહત્‍યાઃ સ્‍માર્ટ સીટી બસનો વહીવટ શંકાના દાયરામાં

vartmanpravah

સેલવાસના મહાકાલેશ્વર મિત્ર મંડળ દ્વારા નિકળેલી કાવડ યાત્રા

vartmanpravah

Leave a Comment