Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે પરેડ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.31: દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે કિલવણી નાકાથી કલા કેન્‍દ્ર હોલ સુધી પરેડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે દાનહના એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણા, એસ.ડી.પી.ઓ. શ્રી સિદ્ધાર્થ જૈન, એસ.એચ.ઓ. શ્રી અનિલ ટી.કે., પોલીસના જવાનો, આઈ.આર.બી.ના જવાનો, ફાયર વિભાગના જવાનો તથા હોમગાર્ડ્‍સ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.
પરેડ કાર્યક્રમની શરૂઆત શરૂઆત કિલવણી નાકા ખાતે દાનહના એસ.પી. શ્રી રાજેન્‍દ્ર પ્રસાદ મીણાને ગાર્ડ ઓફ ઓનર આપીને કરવામાં આવી હતી. આજના રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે દાનહ પોલીસ વિભાગ દ્વારા યોજાયેલી પરેડમાં પોલીસના જવાનો, આઈ.આર.બી.ના જવાનો, ફાયર વિભાગના જવાનો તથા હોમગાર્ડ્‍સના દળોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો.

Related posts

પારડી ખડકીમાં સરકારી અનાજનો જથ્‍થો સગેવગે થાય તે પહેલાં જાગૃત નાગરિકોએ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશમાં દિવાળી ટાણે પ્રવાસીઓનો રહેનારો અભૂતપૂર્વ ધસારોઃ દમણ-દીવ અને દાનહની લગભગ તમામ હોટલોના બુકિંગ ફૂલ

vartmanpravah

વાપીમાં વધુ એક વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુથી મોત

vartmanpravah

કપરાડામાં ખેતી અને પશુસંવર્ધન માટે 31 પશુધન દાનમાં અપાયા

vartmanpravah

દમણ મુસ્‍લિમ એસોસિએશને આન-બાન-શાનથી 61મા મુક્‍તિ દિવસની કરેલીઉજવણી

vartmanpravah

વલસાડના ઉમરગામના ખેડૂતની નવી પહેલ, પ્રાકૃતિક ખેતીનો વ્‍યાપ વિસ્‍તરે તે માટે ખેડૂતોને નિઃશૂલ્‍ક જીવામૃતનું વિતરણ કર્યું

vartmanpravah

Leave a Comment