February 5, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

ભગવાન શ્રીકળષ્‍ણ વિશે આપત્તિજનક પોસ્‍ટ કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ

200થી વધુ કળષ્‍ણ ભક્‍તોએ વલસાડ જિલ્લા કલેક્‍ટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી ધાર્મિક વૈમનસ્‍ય ઉભો કરવાનો પ્રયાસ કરનારા પતિ-પત્‍ની સામે કડક રીતે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.23
ભગવાન શ્રીકળષ્‍ણના સૌથી મોટા જન્‍માષ્ટમી પર્વ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર શ્રીકળષ્‍ણ વિશે આપત્તિજનક ટિપ્‍પણી કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કળષ્‍ણભક્‍તોએ વલસાડ જિલ્લા કલેક્‍ટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી ગુનો દાખલ કરવામાંગ કરી છે. ભક્‍તોની લાગણી દુભાતા મોટી સંખ્‍યામાં કળષ્‍ણ ભક્‍તો વલસાડ આવી પહોંચ્‍યા હતા.
વલસાડ જિલ્લા કલેક્‍ટર અને ડીએસપીને સંબોધીને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્‍યા મુજબ ધરમપુર તાલુકાના તુંબી ગામે રહેતા વિરલભાઈ પટેલ અને તેમની પત્‍ની મયુરીબેન પટેલ દ્વારા ભગવાન શ્રીકળષ્‍ણના સૌથી મોટાં તહેવાર જન્‍માષ્ટમી દરમિયાન ભગવાન શ્રીકળષ્‍ણ વિશે ખૂબ જ આપત્તિજનક લખાણો લખી તેમના ઈન્‍સ્‍ટાગ્રામ એકાઉન્‍ટમાં સ્‍ટેટસ ઉપર મુકયા હતા. તેમણે શ્રીકળષ્‍ણ ભગવાન કેવી રીતે કહેવાય? એવાં સવાલો ઉઠાવ્‍યાં હતાં. ઉપરાંત બાળ અવસ્‍થામાં ભગવાન શ્રીકળષ્‍ણ તળાવમાં તાાન કરતી ગોપીઓને સમજાવે છે જે કળષ્‍ણલીલા સંદર્ભે પણ આ યુવાને ભગવાન શ્રીકળષ્‍ણ માટે ખૂબ જ આપત્તિજનક લખાણ લખી સમગ્ર જનસમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે.
ભગવાન શ્રીકળષ્‍ણના ભક્‍તો આજે માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. વિશ્વમાં તેમનાં લાખો અનુયાયીઓ છે. તેમની લીલા અપરંપાર છે. ત્‍યારે ધરમપુર તાલુકાના યુવાન દ્વારા કરાયેલી આ હરકતને કારણે ધાર્મિક વૈમનસ્‍ય ઉભું થઇ રહ્યું છે. કળષ્‍ણ ભક્‍તોમાં આ ઘટનાનાં ઘેરા પ્રત્‍યાઘાત પડ્‍યા છે. ભગવાન શ્રીકળષ્‍ણ કે અન્‍ય કોઈ પણ ભગવાન કે ધર્મ વિશે આવી ટિપ્‍પણી કયારેય કરી શકાય નહિ.ત્‍યારે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનારા દંપતિ સામે ગુનો દાખલ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
ધાર્મિક વેરભાવના ઊભી થાય એવા લખાણ સંદર્ભે તાત્‍કાલિક પગલાં નહીં લેવામાં આવે તો તેની અવળી અસર પડે એમ છે. અટકપારડીના ડેપ્‍યુટી સરપંચ અને માં મહાકાલી ટ્રસ્‍ટના પ્રમુખ ભરતભાઈ ભરવાડે સખત શબ્‍દોમાં દ્વારકાધીશના અપમાનનો વિરોધ વ્‍યક્‍ત કરી પગલાં લેવા માંગ કરી હતી. આ પ્રસંગે વલસાડ માલધારી સમાજના પ્રમુખ રણછોડભાઈ ભરવાડે તાત્‍કાલિક ગુનો દાખલ કરવા માંગ કરી હતી. તંત્ર દ્વારા પગલાં ના લેવાય તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્‍યમાં એના પડઘા પડશે એમ કહ્યું હતું. જ્‍યારે હિન્‍દુ અગ્રણી બકુલભાઈ રાજગોરે આ યુવાન અવારનવાર હિન્‍દુ દેવી-દેવતાઓનાં વિરોધમાં સોશિયલ મીડિયા ઉપર પોસ્‍ટ કરી ધાર્મિક વૈરભાવના ઉભી કરતો હોવાનો આક્ષેપ કરી તેની સામે તાત્‍કાલિક અસરથી કાર્યવાહી કરવા જણાવ્‍યું હતું. આ પ્રસંગે એકમાત્ર મેસેજથી વલસાડ, ધરમપુર, પારડી, ખેરગામ વગેરે વિસ્‍તારોમાંથી 200 થી વધુ યુવાનો આવી પહોંચ્‍યા હતા.

Related posts

વાપીના સી.એ. વિરૂધ્‍ધ વધુ એક કારનામાની પોલીસ ફરિયાદ જી.આઈ.ડી.સી. પો.સ્‍ટે.માં નોંધાઈ

vartmanpravah

સરીગામના એકમોને હોનારત સમયે રક્ષણ પૂરું પાડવા એસઆઈએની ટીમે સ્‍ટેટમાં કાર્યરત મોટા એકમો વચ્‍ચે મ્‍યુચ્‍યુઅલ એડ એગ્રીમેન્‍ટ અને ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ પ્‍લાનિંગ માટે બોલાવેલી બેઠક

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ પરીક્ષામાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કૂલનું ધોરણ 12નું 98.6 ટકા આવેલું પરિણામ

vartmanpravah

હવે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ હાઈવે ઉપર લેઝર સ્‍પીડ ગનથી વાહનોની ગતિ કન્‍ટ્રોલ કરશે

vartmanpravah

વાપી ચાર રસ્‍તા દુકાનેથી નમાજ પઢવાનું કહી નિકળેલ યુવાન ગુમ : બાઈક દમણગંગા પુલ ઉપરથી મળ્‍યુ

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment