October 14, 2025
Vartman Pravah
ગુજરાતચીખલીનવસારી

આલીપોર સર્વિસ રોડ ઉપર બાઈક અને કાર વચ્‍ચે સર્જાયેલા અકસ્‍માતમાં બાળકનું સારવાર દરમિયાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

ચીખલી,(વંકાલ), તા.12
બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી રમેશભાઈ રામુભાઈ પટેલ (રહે.પીપલગભણ પેલાડ નાયકીવાડ તા.ચીખલી) જે રવિવારની સવારના સમયે પોતાના કબ્‍જાની બજાજ મોટર સાયકલ નં. જીજે-15-ઈઈ-6648 લઈ દીકરી શ્રુતિ અને દીકરો કીર્તન સાથે પીપલગભણ થી નીકળી આલીપોર સાસરે ગયા હતા.બાદ સાસરેથી એંધલ ખાતે રહેતા બાપુજીને લેવા માટે પુત્ર-પુત્રી સાથે જઈ રહ્યા હતા. દરમ્‍યાન આલીપોર-ચીખલી રોડ બ્રિજ નીચે સર્વિસ રોડ ઉપર સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ એક મારૂતિ ઈકો વાન કાર નં. જીજે-15-સીકે-7275ના ચાલકે રમેશ પટેલની મોટર સાયકલ સાથે અકસ્‍માત કરતા પુત્ર અને પુત્રી સર્વિસ રોડ પર પટકાતા પુત્ર કીર્તન (ઉ.વ.આ. 4.પ વર્ષ)ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે આલીપોર હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.જ્‍યાંથી વધુ સારવાર અર્થે સુરત ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. જ્‍યારે અકસ્‍માતમાં પુત્રી શ્રુતિને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. જ્‍યારે પિતા રમેશ પટેલને ડાબા પગ ઉપર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. બનાવમાંપોલીસે અજાણ્‍યા ઈકો વાનના ચાલક વિરુધ્‍ધ અકસ્‍માતના બનાવ અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પીએસઆઇ શ્રી જે.બી.જાદવ કરી રહ્યા છે.

Related posts

ગણદેવી તાલુકામાં દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 13 જેટલા ગામોને એલર્ટ કરાયા

vartmanpravah

‘સંસ્કૃતિ’ વલસાડ દ્વારા આર. જે.દેવકીનો અનોખો પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

મંજુ દાયમા મેમોરિયલ ટ્રસ્‍ટ વાપીના ઉપક્રમે હિન્‍દી કાવ્‍ય સરિતા સંધ્‍યા યોજાઈ

vartmanpravah

વાપી-ટુકવાડા હાઈવે ઉપર ઘરફોડ ચોરીના ત્રણ રીઢા ગુનેગાર ઝડપાયા : રોકડ, દાગીના, બાઈક મળી રૂા.4.18 લાખનો મુદ્દામાલ કબજે

vartmanpravah

116 વખત બ્‍લડ ડોનેટ કરતા પારડીના સમાજ સેવક સંજય બારિયા

vartmanpravah

શ્રાવણ માસમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં એક ધાગો ભયલાને બાંધી બહેન આપે દુનિયાની હરેક ખુશીના આશિર્વાદ

vartmanpravah

Leave a Comment