October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સેલવાસ અને ખાનવેલમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11: દાદરા નગર હવેલી પોલીસ દ્વારા નવી પહેલ જનતાની સમસ્‍યાઓના નિકાલ માટે જન સુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેલવાસ પોલીસ સ્‍ટેશન અને ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં એસએચઓની અધ્‍યક્ષતામાં 149 ફરિયાદો જેવી કે સેલવાસમાં 51 એફઆઈઆર, ખાનવેલમાં 8 એફઆઈઆર નોંધવામાં આવી હતી.
લીગલ એક્‍શન સેલવાસમાં 10 અને ખાનવેલમાં 5 ફરિયાદનું નિરાકરણ કરવામાં આવ્‍યું હતું. પેન્‍ડીંગ ઈન્‍ક્‍વાયરી સેલવાસમાં 30 અને ખાનવેલમાં 4 જેની પણ નોંધણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સક્રિય રૂપે જાહેર જનતાએ ભાગ લીધો હતો અને આવા કાર્યક્રમના સંચાલન માટે પોલીસ વિભાગનોઆભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ અવસરે સેલવાસના એસ.એચ.ઓ. શ્રી અનિલ ટી.કે., ખાનવેલના એસ.એચ.ઓ. શ્રી જીગ્નેશ પટેલ સહિત દરેક ચોકીના પ્રભારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેલવાસ ન.પા.માં સ્‍ટેન્‍ડિંગ કમીટિના ચેરમેનતરીકે પૂર્વ પ્રમુખ રાકેશસિંહ ચૌહાણની નિયુક્‍તિઃ પબ્‍લિક વર્ર્ક્‍સ કમીટિના ચેરમેન તરીકે પૂર્વ ઉપ પ્રમુખ અજયભાઈ દેસાઈની વરણી

vartmanpravah

વાપી પાલિકાએ છેલ્લા દિવસે 7 કોમર્શિયલ મિલકતોને તાળા મારી રૂા.30 લાખની કરેલી વસૂલાત

vartmanpravah

લોકસભાની ચૂંટણી ઉપલક્ષમાં પ્રદેશ ભાજપનીમિટિંગ યોજાઈ, વલસાડ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

ધરમપુર ખાતે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરાયેલું લોકદરબારનું આયોજન

vartmanpravah

સરીગામ બાયપાસ માર્ગનું મંત્રી કનુભાઈ દેસાઈએ કરેલું ખાતમુહૂર્ત

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ સ્‍કૂલમાં સમ્રાટ પૃથ્‍વીરાજ ચૌહાણની જન્‍મ જયંતિ ઉજવાઈ

vartmanpravah

Leave a Comment