January 12, 2026
Vartman Pravah
ગુજરાતવલસાડવાપી

વાપીથી પાલઘર જવા ઈકોમાં નિકળેલી મહિલાની છેડતી થતા દિકરીને હાઈવે પર ફેંકી પોતે કુદી પડતા દિકરીનું મોત

સનસનાટી ભરેલી ઘટનામાં વાપી ચણોદના ઈકો ચાલક વિજય કુશ્વાહાની પોલીસે અટક કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12 વાપી ચાર રસ્‍તાથી ઈકો સ્‍ટેન્‍ડ ઉપરથી પાલઘર જવા માટે એક મહિલા તેની 10 માસની દિકરી સાથે ઈકોમાં બેસી ગત શનિવારે નિકળી હતી. રસ્‍તામાં હાઈવે ઉપર મુસાફરો દ્વારા છેડતી અને વિનય ભંગ કરવામાં આવ્‍યો હતો. પ્રતિકાર બાદ પણ મુસાફરો દ્વારા ચેનચાળા ચાલુ રહેતા મહિલાએ બાળકીને હાઈવે ઉપર ફેંકી પોતે પણ કુદી પડી હતી. ઘટનામાં બાળકીનું મોત નિપજ્‍યું હતું. પોલીસમાં મામલો પહોંચતા પોલીસે વાપીના ચણોદમાં રહેતા ઈકો કારચાલકની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. 
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પાલઘર નજીક રહેતી એક મહિલા શનિવારે સવારે વાપી ચાર રસ્‍તા નજીક ઈકો સ્‍ટેન્‍ડ ઉપરથી ઈકો કાર નં.જીજે 15 સીજે 1137માં પોતાની 10 મહિનાની બાળકીને લઈને બેસી હતી. પાછળની સીટે બેઠેલા અજાણ્‍યા મુસાફરો દ્વારા શારીરિક છેડતી કરવામાં આવતી રહી હતી. ગમે ત્‍યાં હાથ લગાવી વિનય ભંગની ચેષ્‍ઠા સતત મુસાફરો દ્વારા ચાલુ રહેતા મહિલાએ બાળકીને ફેંકી પોતે હાઈવે ઉપર કુદી પડી હતી. વાપી આવી મહિલાએ પોલીસને જાણ કરતા પોલીસે ઈકો ચાલક વાપી ચણોદમાં રહેતા વિજય કુશ્વાહાની અટક કરી છે. પરંતુ મહિલા વારંવાર નિવેદનો બદલતી રહેતી હોવાથી પોલીસ પણ અસમંજસમાં પડી રહી છે તેથી પાલઘર પોલીસ અને વાપી પોલીસે ઘટનાની પુરી તપાસ માટે સી.સી.ટી.વી. ફુટેજ તપાસવા શરૂ કર્યા છે. સસ્‍પેન્‍સ ઉપજાવતી આ ઘટનામાં તપાસમાં કોઈ નવો વળાંક પણ સંભવતઃ આવી શકે એમ છે.

Related posts

કરવડમાં ઈંટના ભઠ્ઠાની આડમાં ચાલતા જુગારધામ પર એલસીબીની રેઈડ

vartmanpravah

વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે રજૂ કરેલી પ્રદેશના વિકાસની ગાથા- પ્રધાનમંત્રીના આશીર્વાદ અને ગૃહમંત્રીની પહેલથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની થઈ રહેલી સતત કાયાપલટ

vartmanpravah

લોકસભાની ચૂંટણી ઉપલક્ષમાં પ્રદેશ ભાજપનીમિટિંગ યોજાઈ, વલસાડ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ અને વી.આઈ.એ. દ્વારા આયોજીત મહારક્‍તદાન શિબિરમાં 541 યુનિટ રક્‍તદાન

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

Leave a Comment