October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

હર ઘર તિરંગા અભિયાનઃ વલસાડ જિલ્લામાં 1.65 લાખ ઘર પર તિરંગો લહેરાશે

જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં 80 હજાર અને શહેરી વિસ્તારમાં 85 હજાર ઘરોને આવરી લેવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી થનાર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હર ઘર તિરંગા અભિયાનમાં લોકો ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 1.65 લાખ ઘરો પર તિંરગો લહેરાઈ એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
હર ઘર તિંરગા અભિયાન હેઠળ વલસાડ જિલ્લામાં તા. 13થી 15 ઓગસ્ટ સુધી ગ્રામીણ વિસ્તારોમાં 80 હજાર અને શહેરી વિસ્તારોમાં 85 હજાર ઘરો પર દેશની આન બાન અને શાન સમાન તિરંગો લહેરાશે. જે મુજબ વલસાડ તાલુકાના ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો વલસાડ તાલુકાના 31 હજાર, પારડી તાલુકાના 12 હજાર, વાપી તાલુકાના 12 હજાર, ઉમરગામ તાલુકાના 12 હજાર, ધરમપુર તાલુકાના 7 હજાર અને કપરાડા તાલુકાના 6 હજાર ઘરો પર તિરંગો લહેરાશે, જ્યારે શહેરી વિસ્તારમાં વલસાડ પાલિકામાં સમાવિષ્ટ 30 હજાર, વાપીમાં 30 હજાર, ઉમરગામમાં 10 હજાર, પારડીમાં 10 હજાર અને ધરમપુરમાં 5 હજાર ઘરો પર તિંરગો લહેરાશે. રાષ્ટ્રધ્વજ આંગણવાડી, સ્કૂલ, પંચાયત, સસ્તા અનાજની દુકાન અને પોસ્ટ ઓફિસમાંથી લોકો ખરીદી રહ્યા છે. 20×30નો રાષ્ટ્રધ્વજ પાલિકા વિસ્તારમાં સ્ટીક સાથે રૂ. 30 માં અને ગ્રામીણ વિસ્તારમાં સ્ટીક વિના રૂ. 21માં ખરીદી શકાશે.

Related posts

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

વાપી નામધા ગ્રામ પંચાયતની સામાન્‍ય સભામાં બજેટ નામંજુર થયું

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘પર્યાવરણ જાગૃતિ’ વિષય ઉપર વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો અને વાલીઓ માટે વિવિધ સ્‍પર્ધાનું કરેલું આયોજન

vartmanpravah

ઘરને તાળું મારી પારડી બાલાખાડીની યુવતી ચાલી ગઈ

vartmanpravah

કપરાડા તાલુકાના બારપૂડા ગામે બિરસા મુંડાની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વાપી રામ લલ્લા મયઃ અંબામાતા મંદિરમાં ભવ્‍ય રામોત્‍સવની ઉજવણી : હજારોની ભીડ ઉમટી

vartmanpravah

Leave a Comment