April 19, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણના કલેક્‍ટરાલયમાં યોજાઈ આધાર મોનીટરીંગ કમિટીની બેઠકઃ આધાર અપડેટ હશે તો જ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ સરળતાથી મળી શકશે

યુઆઈડીએઆઈના ડાયરેક્‍ટર રાજેશ ગુપ્તાએ જેમનો આધાર કાર્ડ બનેલાના 10 વર્ષ અથવા તેનાથી વધુ થઈ ગયા હોય તેવાઓએ પોતાના નજીકના આધાર કેન્‍દ્ર ઉપર જઈ આધાર અપડેટ કરવા કરેલી અપીલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રીપ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ હેઠળ નાયબ કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાની અધ્‍યક્ષતામાં આજે દમણ કલેક્‍ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કક્ષાની આધાર મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆતમાં UIDAIના ડાયરેક્‍ટર શ્રી રાજેશ કુમાર ગુપ્તાએ જણાવ્‍યું હતું કે આધાર કાર્ડ એ ખૂબ જ મહત્‍વપૂર્ણ દસ્‍તાવેજ છે જેના દ્વારા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની તમામ યોજનાઓના લાભો મેળવી શકાય છે. એટલા માટે આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી અને ફાયદાકારક છે. આધાર અપડેટ થશે તો જ કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારની યોજનાઓનો લાભ મેળવવો સરળ બનશે. આના માટે જિલ્લામાં ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ બેઠક દ્વારા શ્‍ત્‍ઝખ્‍ત્‍ના ડાયરેક્‍ટર શ્રી રાજેશ કુમાર ગુપ્તાએ વધુમાં જણાવ્‍યું હતું કે, જિલ્લાના રહેવાસીઓને અપીલ કરવામાં આવે છે કે જો તમારો આધાર કાર્ડ બન્‍યાને 10 વર્ષ કે તેથી વધુ સમય થઈ ગયો હોય તો તમારા નજીકના આધાર કેન્‍દ્ર ઉપર જઈને આધાર અપડેટ કરો અથવા ઓનલાઈન SSUPના માધ્‍યમથી અપડેટ કરાવો. આધાર અપડેટ માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકો સરળતાથી તેમના આધારને અપડેટ કરી શકશે. આધાર અપડેટ માટે, તમારા નજીકના આધાર કેન્‍દ્ર ઉપર તમારા રહેઠાણનો પુરાવો(PoA) અને ઓળખપત્ર (PoI)નું માન્‍યપ્રમાણપત્ર લઈને તમારા નજીકના આધાર કેન્‍દ્ર ઉપર જાઓ અને તમારું આધાર અપડેટ કરાવો. આ માટેની નિયત ફી રૂા.50 છે.
તમે તમારું આધાર બે રીતે અપડેટ કરી શકો છો. એના માટે ઓનલાઈન https://ssup-uidai-gov-in/ssup/થી તમે સરનામું (Pol) અને ઓળખ (PoA)નો માન્‍ય પુરાવો અપલોડ કરી શકો છો જેના માટે નિયત ફી રૂા.25 છે. તમે તમારા નજીકના આધાર કેન્‍દ્રની મુલાકાત લઈને તમારું આધાર અપડેટ કરાવી શકો છો જેની ફી 50 રૂપિયા છે. નજીકના આધાર કેન્‍દ્રનું સરનામું જાણવા માટે, https://appointments-uidai-gov-in/bookappointment-aspxપર લોગિન કરો તમે નજીકના આધાર કેન્‍દ્રની માહિતી મેળવી શકો છો.
આ પ્રસંગે શ્રી રાજેશ કુમાર ગુપ્તાએ જણાવ્‍યું હતું કે, આધાર નંબરનો ઉપયોગ વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે કરવામાં આવે છે. આ ક્રમમાં, આ યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે, દરેક વ્‍યક્‍તિએ આધાર ડેટાને નવીનતમ વ્‍યક્‍તિગત વિગતો સાથે અપડેટ રાખવો ફરજિયાત છે. જેથી આધાર પ્રમાણીકરણ અને ચકાસણીમાં કોઈ અસુવિધા ન થાય. તેમણે દરેકને અનુરોધ કર્યો હતો કે 0 થી 5 અને 5 થી 18 વર્ષના બાળકો માટે આધાર અને દસ્‍તાવેજ અપડેટ કરવા જરૂરી છે, જેથી બાળકોને વિવિધ યોજનાઓ હેઠળ સરકારી સુવિધાઓ મળી રહે.બેઠકમાં નાયબ કલેક્‍ટર દ્વારા આધારને લગતા વિવિધ વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને જિલ્લામાં આધારકાર્ડની સુચારૂ કામગીરી માટે જરૂરી સૂચનો આપવામાં આવ્‍યા હતા.
આ બેઠકમાં સમાજ કલ્‍યાણના નાયબ સચિવ શ્રી મનોજ પાંડે, નાયબ નિયામક ડૉ. દીપ્તિ યાદવ, નાયબ પ્રબંધક શ્રી ખુર્શીદ આલમ ખાન, મદદનીશ શિક્ષણ નિયામક શ્રી મણીલાલ પટેલ, કલેક્‍ટર કચેરીના અધિક્ષક શ્રી પંકજસિંહ પરમાર, પી.એસ.આઈ. શ્રી લીલાધર મકવાણા, સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ પોસ્‍ટ ઓફિસ વલસાડના શ્રી બી.પત્તાવીરવ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહમાં રાંધા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી અકાદમીનું કરાયેલું વાસ્‍તુપૂજન

vartmanpravah

વાપી નગરપાલિકા વિસ્‍તારમાં ચાલતી 73 ચિકન-મટન શોપ પૈકી માત્ર 20 પાસે લાયસન્‍સ : કાર્યવાહી માટે ફરિયાદ

vartmanpravah

ગુજરાતના 22 નગરોને કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની વિચારણાઃ જેમાં વાપીનો પણ સમાવેશ

vartmanpravah

મહેસૂલમંત્રી રાજેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર સુનાવણી: અરજદારોએ તેમના પ્રશ્‍નો તા.9મી ફેબ્રુઆરીને સાંજે પ-00 વાગ્‍યા સુધીમાં મોકલી આપવા

vartmanpravah

‘માટીને નમન, વીરોને વંદન’ કાર્યક્રમમાં દમણવાડા પંચાયત દ્વારા 1971 ભારત-પાકિસ્‍તાન યુદ્ધના લડવૈયા ફૌજી અમ્રતભાઈ રાઠોડનુંતેમના નિવાસ સ્‍થાને જઈ કરાયેલું સન્‍માન

vartmanpravah

આજે સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશોત્‍સવઃ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોનું થનારૂં સન્‍માન

vartmanpravah

Leave a Comment