October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ પારનેરાથી પ્રસુતિ માટે 108 માં જઈ રહેલ મહિલાને વધુ દુઃખ ઉપડતા સ્‍ટાફે રસ્‍તામાં ડિલેવરી કરી

જિલ્લામાં વધુ એક વાર 108ની સેવા માનવતાની મિશાલ બની

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી,તા.15: વલસાડ પારનેરામાં રહેતા શ્રમિક પરિવારની મહિલાને બુધવારે રાત્રે પ્રસુતિની પીડા ઉપડતા પરિવારે 108ને રીંગ કરી જાણ કરી હતી. સમયસર 108 આવીને પ્રસુતા મહિલાને લઈ રાત્રે સિવિલ જઈ રહી હતી ત્‍યાં રસ્‍તામાં વધુ દુઃખ ઉપડતા 108ના સ્‍ટાફે એમ્‍બ્‍યુલન્‍સમાં જ મહિલાની ડિલેવરી કરી હતી.
વલસાડ પારનેરાના લીંબડા ચોક વિસ્‍તારમાં છેલ્લા કેટલાક સમયથી છોડા ઉદેપુરનો શ્રમિક પરિવાર મજુરી કામ-કાજ કરવા રહી રહ્યો છે. બુધવારે મધરાતમાં પરિવારની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા પતિએ 108ને ફોન કર્યો હતો. 108 પારનેરા પહોંચી ગઈ હતી. પ્રસુતિ હેતુ મહિલાને લઈ સિવિલ તરફ એમ્‍બ્‍યુલન્‍સ જઈ રહી હતી ત્‍યારે આર.પી.એફ. ગ્રાઉન્‍ડ પાસે મહિલાને પ્રસુતિ પીડા અસહ્ય થતા પાયલોટ કેતનભાઈ આહિર એ.એમ.ટી. ભાવેશએ એમ્‍બ્‍યુલન્‍સમાં મહિલાની પ્રસુતિ કરતા બેબીનો જન્‍મ થયો હતો. પ્રસુતિ બાદ મહિલા અને નવજાત શીશુને સિવિલ વલસાડમાં દાખલ કરાયા હતા. બન્નેની તબિયત સારી છે. વધુ એક 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા માનવતાની મિશાલ બની હતી.

Related posts

સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રિદ્ધિ સિદ્ધિ સિન્‍થેટીક્‍સ કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

ધરમપુર આદિવાસી સમાજે સંસદમાં ગૃહમંત્રી અમિત શાહે કરેલ આંબેડકર વિરૂધ્ધ ટિપ્પણી બદલ રાજીનામાની માંગણી કરી

vartmanpravah

આજે વાપી દમણગંગા નદી કિનારે આસ્‍થા સાથે ભવ્‍ય છઠ્ઠ પૂજા પ્રારંભ : બે દિવસ ઉજવણી થશે

vartmanpravah

ચીખલી તાલુકા બાર કાઉન્‍સિલ વકીલ મંડળના નવા પ્રમુખ તરીકે સંદીપ પટેલ જ્‍યારે સેક્રેટરી તરીકે દીપક પાઠકની કરાયેલી વરણી

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના ‘‘વિકસિત ભારત @2047 યુવાઓનો અવાજ” ઝુંબેશના લોન્‍ચિંગ કાર્યક્રમનું દમણમાં કરાયેલું જીવંત પ્રસારણ

vartmanpravah

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

vartmanpravah

Leave a Comment