September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના તાલુકાના થાલા ગામે ગુજરાત ગેસ દ્વારા જરૂરીયાત મુજબની મંજૂરી લઈ ચીખલીમાં સીએફ શાહ સીએનજી પંપને ઓનલાઈન ગેસ આપવા કામગીરી ચાલુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી તાલુકાના થાલા ગામે બગલાદેવ સર્કલથી હાઈવેને જોડતા આંતરિક માર્ગ પર ગુજરાત ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે ગેસ કંપની દ્વારા પંચાયતને કામગીરી કરતા પહેલા લેખિતમાં જાણ કરી જરૂરિયાત મુજબની કામગીરી હાલ ગુજરાત ગેસ કરી રહી છે, આ કામગીરી દરમિયાન માર્ગ અને મકાન વિભાગના પંચાયત નવસારી રોડની બાજુમાં આવેલી થાલા ગ્રામ પંચાયત ની પાણીની પાઈપ લાઈનમાં નુકસાન થવા પામ્‍યું હતું. જેથી ગ્રામજનો અનેસરપંચ દ્વારા ગુજરાત ગેસ ઓફિસ નાંદરખામાં સંપર્ક કરતા ત્‍યાં શ્રી અશોક સોલંકી સિટી મેનેજર તરફથી સારો એવો સાથ સહકાર તેમજ જરૂરી કાર્યવાહીની પાક્કી ખાતરી આપી હતી અને તાત્‍કાલિક ધોરણે સાઇટનું કામ બંધ કરાવીને પાણીની પાઈપ લાઈનનું રીપેરીંની કામ હાથ ધરાવ્‍યું હતું જે સાંજ સુધીમાં પૂરૂં થઈ જતાં ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. તદુપરાંત પાઈપ લાઈન નાખવા દરમિયાન ગ્રામ પંચાયત વિસ્‍તારમાં જે પણ નુકસાન થયું હોય એને યોગ્‍ય રીપેરીંગ કરી આપવાની ગુજરાત ગેસએ બાહેદરી આપી છે અને હવે પછીની પાઈપ લાઈન ની કામગીરી યોગ્‍ય રીતે અને સાવચેતી રાખીને કરવામાં આવશે એવી બાંહેધરી પ્રોજેક્‍ટ એન્‍જીનીયર શ્રી નિકેશ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
આથી ચીખલી વિસ્‍તારમાં થોડાક જ દિવસોમાં નવું ઓનલાઇન સીએનજી કાર્યરત થતું જોવા મળશે જેથી ચીખલી અને આજુબાજુ ની જનતાને દૂર સુધી ધક્કા ખાવામાથી છુટકારો મળશે આવા વિકાસના કામોથી લોકોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી.

Related posts

ધરમપુર તાલુકાના મરઘમાળ ગામે સાકાર વાંચન કુટીરના સ્‍થાપના દિનની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

પારડીના આમળી ગામે બે પરિવારના 14 જેટલા સભ્‍યો પાણીમાં ફસાયા

vartmanpravah

આર.કે. દેસાઈ કોલેજ ઓફકોમર્સ અને મેનેજમેન્‍ટ, વાપી અંતર્ગત ટી.વાય. બી.બી.એ.નું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં આજે દાનહના 704 લાભાર્થીઓને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણમંત્રી મનસુખભાઈ માંડવિયા ગૃહ પ્રવેશ કરાવશે

vartmanpravah

સેલવાસમાં રાજભાષા વિભાગ દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત હિન્‍દી દેશભક્‍તિ ગીત સ્‍પર્ધા સાથે સંપન્ન

vartmanpravah

સેલવાસ પાલિકા દ્વારા ‘સ્‍વચ્‍છતા રેંકિંગ’ માટે કરેલું આયોજન

vartmanpravah

Leave a Comment