(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી તાલુકાના થાલા ગામે બગલાદેવ સર્કલથી હાઈવેને જોડતા આંતરિક માર્ગ પર ગુજરાત ગેસ પાઈપલાઈન નાખવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે ગેસ કંપની દ્વારા પંચાયતને કામગીરી કરતા પહેલા લેખિતમાં જાણ કરી જરૂરિયાત મુજબની કામગીરી હાલ ગુજરાત ગેસ કરી રહી છે, આ કામગીરી દરમિયાન માર્ગ અને મકાન વિભાગના પંચાયત નવસારી રોડની બાજુમાં આવેલી થાલા ગ્રામ પંચાયત ની પાણીની પાઈપ લાઈનમાં નુકસાન થવા પામ્યું હતું. જેથી ગ્રામજનો અનેસરપંચ દ્વારા ગુજરાત ગેસ ઓફિસ નાંદરખામાં સંપર્ક કરતા ત્યાં શ્રી અશોક સોલંકી સિટી મેનેજર તરફથી સારો એવો સાથ સહકાર તેમજ જરૂરી કાર્યવાહીની પાક્કી ખાતરી આપી હતી અને તાત્કાલિક ધોરણે સાઇટનું કામ બંધ કરાવીને પાણીની પાઈપ લાઈનનું રીપેરીંની કામ હાથ ધરાવ્યું હતું જે સાંજ સુધીમાં પૂરૂં થઈ જતાં ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. તદુપરાંત પાઈપ લાઈન નાખવા દરમિયાન ગ્રામ પંચાયત વિસ્તારમાં જે પણ નુકસાન થયું હોય એને યોગ્ય રીપેરીંગ કરી આપવાની ગુજરાત ગેસએ બાહેદરી આપી છે અને હવે પછીની પાઈપ લાઈન ની કામગીરી યોગ્ય રીતે અને સાવચેતી રાખીને કરવામાં આવશે એવી બાંહેધરી પ્રોજેક્ટ એન્જીનીયર શ્રી નિકેશ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
આથી ચીખલી વિસ્તારમાં થોડાક જ દિવસોમાં નવું ઓનલાઇન સીએનજી કાર્યરત થતું જોવા મળશે જેથી ચીખલી અને આજુબાજુ ની જનતાને દૂર સુધી ધક્કા ખાવામાથી છુટકારો મળશે આવા વિકાસના કામોથી લોકોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2022/12/IMG-20221215-WA0026-960x720.jpg)
Previous post