(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી તાલુકાના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હિતેશભાઈ દલપતભાઈ પટેલ સામે વિકાસના કોઈ કામો સમયસર થતા નથી, સભ્યોના કામો ધ્યાને લઈ કાર્યવાહી થતી નથી, સભ્યોને પંચાયતના કામોમાં વિશ્વાસમાં લેતા નથી તેમ જણાવી ડેપ્યુટી સરપંચ મીનાક્ષીબેન સહિત તમામ 10 વોર્ડના સભ્યો દ્વારા તલાટી શ્રી સંજયભાઈ ચૌધરી સમક્ષ આ વિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત આ દરખાસ્ત ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા તાલુકા પંચાયતમાં પણ રજૂ કરવામાં આવી છે.
સારવણી ગામના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્તને લઈને સારવણી વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાવા પામ્યો છે. અવિશ્વાસની દરખાસ્ત બાબતે તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની સામાન્ય સભા કયારે બોલાવવામાં આવશે તે જોવું રહ્યું.