July 28, 2026
Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખસેલવાસ

મસાટથી માલસામાન ભરેલ ટેમ્‍પોની ચોરીના બે આરોપીઓની દાનહ પોલીસે ધરપકડ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : દાદરા નગર હવેલીના મસાટ ગામે માલસામાન સાથે પાર્ક કરેલ ટેમ્‍પોની ચોરીની ઘટનામાં બે આરોપીઓની જિલ્લાની પોલીસે ધરપકડ કરી છે અને આરોપીઓ પાસેથી રૂા.12,03,250ના ટેમ્‍પો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર રામ અવધ તિવારી રહેવાસી-પાતળીયા ફળિયા, સેલવાસ. જેઓનો ટેમ્‍પો નંબર ડીએન-09 ઈ-9204, જેની અંદાજીત કિંમત રૂા.3,75,000 અને ટેમ્‍પામાં 7300 કિલો એફ.ડી.આઈ. એસ.ડી. પોલીસ્‍ટર યાર્ન જેની અંદાજીત કિંમત રૂા.9,28,250 ભરીને ટેમ્‍પો પરડીપાડા મસાટ ગામે પાર્ક કર્યો હતો. જેની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. દાનહ પોલીસે અજાણ્‍યા આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 379,120(બી) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ એ.એસ.આઈ. આર.ડી.રોહિતને સોપવામાં આવી હતી. તપાસ દરમ્‍યાન ટેક્‍નિકલ અને બાતમીના આધારે આરોપીઓ ઉત્તરપ્રદેશના હોવાની માહિતી મળતા પોલીસની ટીમ પહોંચી આરોપી (1)હિંમત ઉર્ફે રામુ ઠાકુર દાસ સિંહ (ઉ.વ.27) રહેવાસી- જિલ્લો-ઝાંસી, ઉત્તરપ્રદેશ અને (2)બિપિન વિક્રમ મિશ્રા (ઉ.વ.26) રહેવાસી કુશીનગર, ઉત્તરપ્રદેશ જેઓને સેલવાસ લાવ્‍યા બાદ તેઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ પાસેથી ચોરી કરેલ ટેમ્‍પો અને મુદ્દામાલ જેની અંદાજીત કિંમત રૂા.12,03,250 જપ્ત કરવામાં આવ્‍યો હતો. આ કેસની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

દાનહ કોંગ્રેસ દ્વારા સેલવાસ ખાતે નવી પંચાયત માર્કેટમાં માતાજીનું મંદિર બનાવવા કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

કેન્‍દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે વલસાડના ઈન્‍કમટેક્‍સ ઓફિસરને એવોર્ડ એનાયત

vartmanpravah

સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી

vartmanpravah

ચીખલી પોલીસે સ્‍થાનિકોની મદદથી થાલા ગામેથી આંતરરાજ્‍ય લૂંટ-ધાડના ગુનાને અંજામ આપતી ચીકલીગર ગેંગના બે આરોપીઓને હથિયાર સાથે ઝડપી પાડયા

vartmanpravah

ચીખલીમાં ટ્રક ચાલકે માનવતા મહેકાવી રસ્‍તામાંથી મળેલ પર્સ વિઝીટિંગ કાર્ડના આધારે સંપર્ક કરી માલિકને પરત કર્યું

vartmanpravah

મોટી દમણ પરિયારી ખાતે રાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

Leave a Comment