October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીની નામાંકિત સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો 17 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

પારડી તાલુકામાં એક ગામડાનો રહેવાસી યુવક પારડી કાકા ને ઘરે રહી અભ્‍યાસ કરતો હતો : સવારે માતાનો ફોન ન ઉપાડતા હકીકત સામે આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.15: પારડી તાલુકાના એક ગામડાનો 17 વર્ષીય સગીર યુવક પારડી ખાતે પોતાના કાકાના ઘરે રહી પારડીની નામાંકિત સ્‍કૂલમાં ધોરણ 11 માં અભ્‍યાસ કરતો હતો. ગઈકાલે રાત્રે પોતાના કાકા સાથે રાતે જમ્‍યા બાદ તે પહેલા માળે આવેલ પોતાના બેડરૂમમાં સુઈ ગયો હતો. સવારે7.00 વાગે યુવાનની માતા એ યુવકને મોબાઈલ પર ફોન કરતા યુવકે ફોન ન ઉપાડતા માતા આ અંગેની જાણ પોતાના દિયર અને યુવકના કાકાને કરાતા યુવકની કાકી પહેલા માળે જઈ જોતા યુવક પંખાના હુંક વડે દુપટ્ટો બાધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું હતું અત્‍યારે જ લટકતો હોય અને જીવિત હોવાનું અનુમાન લગાવી નીચે ઉતારી 108 ને ફોન કરતા 108 સ્‍થળ પર આવી તપાસ કરાતા યુવકને મૃત જાહેર કરાયો હતો. યુવકે કયા કારણે ફાંસો ખાધો એ જાણી શકાયું નથી.

Related posts

વલસાડ પોલીસ સ્‍ટેશનમાં જુગારના આરોપીનું લોકઅપમાં ખેંચ આવતા હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન સંપન્ન

vartmanpravah

માર્ચ એન્‍ડિંગમાં વાપી નગરપાલિકામાં વેરા વસુલાત અભિયાન તેજ : રવિવારે પણ કચેરી ચાલુ રહી

vartmanpravah

વલસાડના ભાગડાખુર્દ ગામે પ્રોટેકશન વોલ ધોવાઈ જતા ઔરંગા નદીના પાણી ઘૂસી જતા ત્રણ ઘરની દિવાલો ધસી પડી

vartmanpravah

સરપંચ હિતાક્ષીબેન પટેલના અધ્‍યક્ષસ્‍થાને ઘેલવાડ ગ્રામપંચાયતની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત મળેલી ગ્રામસભા

vartmanpravah

એસ.એમ.એસ.એમ. હાઈસ્‍કૂલ ગીતાબેન રાકેશકુમાર શાહ શૈક્ષણિક સંકુલમાં એસ.કે. ભવન ઉદ્દઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment