Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં યોજાયેલ વીવીએમ-3 મેરેથોનમાં પ્રોત્‍સાહક દોડવીર તરીકે રન એન્‍ડ રાઈડર-13 ગૃપનાં અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.15: વલસાડનાં લીલાપોર ખાતે માહ્યાવંશી સમાજ દ્વારા વલસાડ મેરેથોન સીઝન-3 યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર માહ્યાવંશી સમાજનાં દોડવીરો તેમજ બાહ્ય દોડવીરોએ સહકારમય ભૂમિકા સ્‍વરૂપે ભાગ લીધો હતો. આ દોડમાં એકત્ર થતી ધનરાશિ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનાં અભ્‍યાસ અર્થે તેમજ ગરીબ દર્દીઓને આપવામાં આવે છે. અંદાજિત પાંચ સો દોડવીરો વચ્‍ચે સુરત જિલ્લાની સક્રિય દોડવીર ટીમ રન એન્‍ડ રાઈડર-13નાં સહ સંચાલક શ્રી અશ્વિન ટંડેલ(પ્રા.શાળા, દેગામ)નાં શિક્ષક અને સાથી શિક્ષક શ્રી શૈલેષ પટેલ સહિતવિદ્યાર્થીઓએ સહર્ષ જોડાઈને અન્‍ય બાળકો માટે આરોગ્‍ય પ્રત્‍યે સભાનતા કેળવવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.
આ પ્રસંગે એમની ટીમ સન્‍ડે સ્‍પોર્ટ્‍સ ક્‍લબ, વલસાડનાં સદસ્‍યો સાથે દોડને સુગમ બનાવવા ઓન ટ્રેક દોડવીરોને હકારાત્‍મક પ્રોત્‍સાહન આપતા રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે આ દોડમાં સૌથી નાની વયનાં દોડવીર ક્રીશિવ માત્ર ચાર વર્ષનાં હતા, જેમણે પાંચ કિલોમીટરની દોડ પૂર્ણ કરી હતી. જિલ્લા મથકે થતી આવી અવનવી સ્‍પર્ધાઓમાં ખ્‍યાતનામ દોડવીરોને નિહાળવાનો અને તેમને મળવાનો અવસર વિદ્યાર્થીઓને પૂરો પાડવા શિક્ષક તરીકે શ્રી અશ્વિનભાઈ શક્‍યતઃ પ્રયત્‍નશીલ રહી હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહે છે. જે શિક્ષણ જગત માટે અનેરી પહેલ ગણાવી શકાય.

Related posts

વાપી હાર્દિક જોશી એકેડમી દ્વારા સ્‍ટેટ કરાટે ચેમ્‍પિયનશીપ યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકામાં ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે ગણેશ વિસર્જન કરાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં સૌથી વધુ વોટ શેર પારડીના ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈનો વધ્‍યો

vartmanpravah

બલીઠા ચેકપોસ્‍ટથી પ્‍લાસ્‍ટીકની આડમાં રૂા.5.96લાખનો દારૂનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

દેહરીની ટેનવાલા કંપની સામે કરવામાં આવેલી લેન્‍ડ ગ્રેબિગની ફરિયાદમાં તપાસ કરનાર અધિકારીઓનો બિનજરૂરી વિલંબ 

vartmanpravah

સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલ એક વ્‍યક્‍તિનું મોત થયાં બાદ મોટી દમણના સામુદાયિક આરોગ્‍યકેન્‍દ્રના સભાખંડમાં ડેન્‍ગ્‍યુ તાવની જાગૃતિ અંગે કર્મચારીઓને તાલીમ અપાઈ

vartmanpravah

Leave a Comment