October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના ભાગડાખુર્દ ગામે પ્રોટેકશન વોલ ધોવાઈ જતા ઔરંગા નદીના પાણી ઘૂસી જતા ત્રણ ઘરની દિવાલો ધસી પડી

ત્રણ પરિવારો બેઘર બની ગયા, તમામને સેલ્‍ટર હોમમાં ખસેડાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વલસાડ જિલ્લામાં અતિવૃષ્‍ટિએ જ્‍યાં ત્‍યાં વિનાસ વેરવો શરૂ કરી દીધો છે. ખાસ કરીને વલસાડ શહેરના આજુબાજુ તથા તળના ગામોમાં ઔરંગા નદી પુરના પાણી અનેક વિસ્‍તારોમાં ઘૂસી જઈને જનજીવન ઠપ્‍પ કરીને સારી એવી ખાનાખરાબી-તારાજી સર્જી દીધી છે. તેવી વધુ એક ઘટનાનો સોમવારે રાત્રે વધારો થયો છે. વલસાડના ભાગડાખુર્દ ગામે વહેતી ઔરંગા નદીના પાણી પ્રોટેકશન વોલ ધસી પડતા ગામમાં ઘૂસી ગયા હતા. કિનારાના ત્રણ ઘરની પાછળની દિવાલો ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ બાદ પ્રશાસન દોડતું થઈ ગયું હતું.
વલસાડના ભાગડાખુર્દ ગામે ત્રણ મકાનની દિવાલો તૂટી પડતા ત્રણ પરિવારો રાતમાં બેઘર થઈ ગયા હતા. મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ ગામમાં ધસી ગયા હતા. ત્રણેય પરિવારના 20 જેટલા સભ્‍યોને તાત્‍કાલિક સેલ્‍ટર હોમમાં ખસેડાયા હતા. ભોગ બનનાર પરિવારોએ વળતરની માંગ કરી હતી તેમજ પુરના પાણીની સમસ્‍યાઅંગે દરેક નેતાઓને લેખિત-મૌખિક માંગણી કરી છે પરંતુ સમસ્‍યાનો કાયમી ઉકેલ હજુ સુધી થયો નથી.

Related posts

ફલેટની ખરીદીમાં મહિલા ગ્રાહક સાથે કરેલી છેતરપિંડી કેસમાં શૌકત મીઠાણીની દમણ પોલીસે કરેલી ધરપકડઃ કોર્ટમાંથી મળેલા જામીન

vartmanpravah

વાપીમાં બ્રહ્માકુમારી વિશ્વ વિદ્યાલય દ્વારા શિવરાત્રી પર્વે યોજાયેલ ત્રિદિવસીય આધ્‍યાત્‍મિક મેળાનું સમાપન

vartmanpravah

ઉદવાડાના વેપારીનું ધરમપુર-નાનાપોંઢા રોડ ઉપર અજાણ્‍યા વાહને એક્‍ટીવાને ટક્કર મારતા ઘટના સ્‍થળે મોત

vartmanpravah

પારડી વિધાનસભાની બેઠક માટે ત્રણ દિવસમાં પાંચ ઉમેદવારી પત્રો લેવાયા

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય કલા ઉત્‍સવ સ્‍પર્ધામાં ઝળકેલી સુષુપ્ત પ્રતિભાઓ

vartmanpravah

વાપી કચ્‍છ કડવા પાટીદાર સમાજ દ્વારા ગરબાની રમઝટ

vartmanpravah

Leave a Comment