Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

ખરડપાડા ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગાંવ કી ઔર’ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા સુશાસન સપ્તાહ અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર’ અંતર્ગત ખરડપાડા ગ્રામ પંચાયત ખાતે આજે શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શિબિરનું ઉદ્‌ઘાટન નિવાસી નાયબ કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખ અને જિલ્લા પંચાયતના મુખ્‍ય અધિકારી ડો. અપૂર્વ શર્માના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં પ્રશાસનના દરેક વિભાગની સેવાઓ માટે અરજીઓ સ્‍વીકાર કરવામાં આવ્‍યા અંદાજીત 1500 જેટલા લોકોએ આ શિબિરમાં ભાગ લીધો હતો. જેમાં વિવાદિત કેસોમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ શિબિરમાં 669 અરજીઓનો સ્‍થળ પર જ નિકાલકરવામા આવ્‍યો હતો. આ પ્રસંગે મામલતદાર શ્રી તીરથરામ શર્મા, ખરડપાડા અને નરોલી પંચાયતના સરપંચ, ખરડપાડા અને નરોલી વિભાગના જિલ્લા પંચાયતના સભ્‍યો, પંચાયતના સભ્‍યો સહિત વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્‍યામાં લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સેવા ફાઉન્‍ડેશન દ્વારા યુનાની ચિકિત્‍સા કેમ્‍પ યોજાયો

vartmanpravah

ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પૌત્રનું તાન નદીમાં ડૂબી જતા કરુણ મોત

vartmanpravah

દમણના એક્‍સાઈઝ વિભાગે પટલારાના સિંગા ફળિયાના એક ઘરમાંથી 1920 બોટલ જપ્ત કરેલો દારૂનો જથ્‍થો

vartmanpravah

દમણના જિલ્લા અને સત્ર ન્‍યાયાલયે સોમનાથની એસવીજી કંપનીના સુપરવાઈઝરની હત્‍યામાં સામેલ કામદારને જનમટીપ અને રૂા.10 હજારના દંડની સજાનો કરેલો આદેશ

vartmanpravah

શ્રદ્ધાંજલી

vartmanpravah

નરોલી ગામે દુષ્‍કર્મ બાદ બાળકીની હત્‍યા કરનાર આરોપીને આજીવન કેદની સજા કરાઈ

vartmanpravah

Leave a Comment