October 14, 2025
Vartman Pravah
Breaking Newsખેલદેશસેલવાસ

સેલવાસની પ્રમુખ દર્શન સોસાયટી દ્વારા સાયલી ગ્રાઉન્‍ડ ખાતે ક્રિકેટ મેચ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.19: સેલવાસના પ્રમુખ દર્શન સોસાયટી દ્વારા સાયલી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે યુવાઓને પ્રોત્‍સાહિત કરવા આઈ.આર.બી.એન. ડેપ્‍યુટી કમાન્‍ડન્‍ટ શ્રી સલીમ કે.કે.ના હસ્‍તે ક્રિકેટ મેચનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. એમણે યુવાઓને ખેલ અને વ્‍યાયામને દૈનિક જીવનનો ભાગ બનાવી પોતાના આરોગ્‍ય પ્રત્‍યે જાગૃત બની ફિટનેશનો મંત્ર ચરિતાર્થ કરવા આહ્‌વાન કર્યું હતું. સાથે એમણે વધુમાં જણાવ્‍યું કે પ્રદેશના યુવાઓએ પોતાની ખેલ ક્ષમતાને પ્રદેશ સ્‍તરથી આગળ લઈ જવાનું છે. આ અવસરે પી.ટી.એસ. સાયલીનાડી.વાય.એસ.પી. શ્રી એન.એલ.રોહિત અને શિક્ષણ અધિકારી શ્રી ગૌરાંગ વોરા ઉપસ્‍થિત રહી ખેલાડીઓને શુભકામના પાઠવી હતી. ટૂર્નામેન્‍ટની ફાઈનલ મેચ પ્રમુખ કિંગ્‍સ અને પ્રમુખ ડેયરડેવિલ્‍સ વચ્‍ચે રમાઈ હતી, જેમાં પ્રમુખ ડેયરડેવિલ્‍સ ટીમ વિજેતા બની હતી અને પ્રમુખ કિંગ્‍સ રનર્સ અપ રહી હતી. આ દરમિયાન પ્રમુખ દર્શનના દરેક યુવાઓએ રમતગમત માટે પ્રશાસન દ્વારા આ પ્રકારની વ્‍યવસ્‍થા પ્રદાન કરવા માટે સરાહના કરતા પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલમાં ડૉક્‍ટર્સ-ડેની ઉજવણી કરાઈ

vartmanpravah

રાષ્ટ્રીય આદિવાસી રમતોત્‍સવ-2023 માટે દમણમાં યોજાયેલી કેન્‍દ્ર શાસિત પ્રદેશ કક્ષાની પસંદગી પ્રક્રિયા સંપન્ન

vartmanpravah

લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ખાતે લાયન્‍સ કલબ દ્વારા થયું જ્ઞાનમંથન

vartmanpravah

યાત્રાથી પરત ફરેલા યાત્રિકોનું ભવ્‍ય સ્‍વાગત સુપર સિલ્‍વર મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપી વોર્ડ નં.11 ડુંગરાના ચમોલાઈ હળપતિ વિસ્‍તારના રસ્‍તાનું નિરાકરણ કરાયું

vartmanpravah

સામરવરણી ગામની પરિણીતા ગુમ

vartmanpravah

Leave a Comment