October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસે પીપલગભાણથી દારૂ ભરેલ ટેમ્‍પો સાથે બે ઈસમની કરેલી ધરપકડ : બે વોન્‍ટેડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.23
ચીખલી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્‍યાન બાતમી મળી હતી કે એક સફેદ કલરનો ટેમ્‍પો નં. જીજે-12-એવી-5569માં સ્‍લેબ ભરવાની લોખંડની પ્‍લેટોની આડમાં દારૂ ભરી પસાર થનાર છે. જે હકીકત બાતમીના આધારે ચીખલી પોલીસે પીપલગભણ ઝાડી ફળીયા પાસે વોચ ગોઠવી હતી. દરમ્‍યાન બાતમી મુજબનો ટેમ્‍પો આવતા જેને રોકી તલાસી લેતા અંદરથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-936 કિં.રૂ.1,14,000/- સાથે જોગેન્‍દ્રર નવીનભાઈ ધો.પટેલ (ઉ.વ-20) (રહે.બામટી ગામ ધોધર ફળીયા તા.ધરમપુર જી.વલસાડ) અને ગણેશ બાબુભાઇ પટેલ (ઉ.વ-43) (રહે.નાંધઇ ગામ પટેલ ફળિયું તા.ખેરગામ જી.નવસારી) એમ બે ને ઝડપી પાડયા હતા. જ્‍યારે દારૂનો જથ્‍થો ભરી આપનાર આશિષ ઉર્ફે મિલન બીપીન પટેલ (રહે.નાંધઇ ગામ મંદિર પાસે ખેરગામ જી.નવસારી) તેમજ દારૂનો જથ્‍થો મંગાવનાર શિવાંગ પટેલ (રહે.ચીખલી કોલેજ આલીપોર જતા રોડ ઉપર અરિહંત માર્બલ પાસે તા.ચીખલી) એમ બે જેટલાને પોલીસ ચોપડે વોન્‍ટેડ જાહેર કરી પોલીસે ટેમ્‍પાની કિં.રૂ.1,50,000/-, બે મોબાઈલ કિં.રૂ.10,000 મળી કુલ્લે રૂ.રૂ.2,74,000/- નો મુદ્દામાલ કબ્‍જે કરી વધુ તપાસ ચીખલી પોલીસ મથકના પીએસઆઈ શ્રી એમ.કે.ગામીત કરી રહ્યા છે.

Related posts

પારડીના ઉમરસાડીની જે.વી.બી. સ્મારક હાઈસ્કૂલમાં પ્રાકૃતિક કૃષિ કૌશલ્ય તાલીમ વર્ગનો નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાયેલો શુભારંભ

vartmanpravah

ધરમપુર તાલુકાના બામટીથી નાની ઢોલડુંગરી રસ્તાની મરામત કામગીરી કરાઈ

vartmanpravah

વાપી રમઝાનવાડી બિલખાડીમાં પડી ગયેલ ગૌમાતાને રેસ્‍ક્‍યુ કરી બહાર કઢાઈ

vartmanpravah

વાપી-વલસાડમાં ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગની કાર્યવાહી: સડેલો-વાસી ખોરાકનો જથ્‍થો નાશ કરાયો

vartmanpravah

મોટી દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિના લાભાર્થે 20 નવે.ના શનિવારથી યોજાનારી શિવ કથા તથા વિરાટ રૂદ્રાક્ષ શિવલિંગ દર્શન

vartmanpravah

પારડી શહેર ભાજપ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી. આર. પાટીલનાજન્‍મદિવસની અનોખી ઉજવણી

vartmanpravah

Leave a Comment