January 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ વન વિભાગે પાસ પરમીટ વગર લાકડા ભરેલ ટેમ્‍પો ઝડપી પાડયો

ગેરકાયદે લાકડાનું વહન કરનાર ટેમ્‍પો ચાલકની કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.29: પ્રાપ્ત માહિતી મુજબ દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા સેલવાસ રીંગ રોડ ઉપરથી પસાર થઈ રહેલ પીકઅપ ટેમ્‍પો નંબર ડીએન 09 એમ 9958માં અંદાજીત 600 કિલો જલાઉ લાકડા ભરીને જઈ રહ્યો હતો, જેને ફોરેસ્‍ટ ગાર્ડ શ્રી મયુર પટેલે અટકાવી ચેક કરતા એમની પાસે કોઈપણ જાતની પાસ પરમીટ મળી આવેલ નહિ જેથી વનવિભાગ દ્વારા ટેમ્‍પો ચાલકને ઝડપી પાડી ટેમ્‍પોને જપ્ત કર્યો હતો.
દાનહ ફોરેસ્‍ટ એક્‍ટ 11 અંતર્ગત અને આઈ.એફ.એ. એક્‍ટ 1927 સેક્‍સન 41, 2બી મુજબ ટેમ્‍પો ચાલક વિશાલ માલી સામે ગુનો દાખલ કરી આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમારે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

મસાટથી માલસામાન ભરેલ ટેમ્‍પોની ચોરીના બે આરોપીઓની દાનહ પોલીસે ધરપકડ કરી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસી પડયો વરસાદ

vartmanpravah

ચીખલી પોલીસે મલવાડાથી દારૂ સાથે એકની ધરપકડ કરી

vartmanpravah

ઉમરગામ તાલુકાના અચ્‍છારી ગામની 73 વર્ષિય વયોવૃદ્ધ મહિલાની જમીન હડપી લેવાના કાવતરાંમાં ઉમરગામના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્‍ય શંકરભાઈ વારલીને ભિલાડ પોલીસનું તેડું: ભેદભરમ બહાર આવવાની સંભાવના

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં ભારતીય માનક બ્‍યુરોની અધિકારીઓ-કર્મચારીઓને આપવામાં આવેલી જાણકારી

vartmanpravah

ચીખલી તાલુકામાં મેઘરાજાની પધરામણી સાથે દિવસભર વરસાદી માહોલઃ ૨.૬૪ ઈંચ વરસાદ સાથે ઠેર-ઠેર પાણી ભરાયા

vartmanpravah

Leave a Comment