January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ હાઈવે ઉપર કલ્‍પનાતીત વિચિત્ર અકસ્‍માત સર્જાયો

  • ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રકમાંથી કુદીપડયો : રિવર્સ આવી રહેલી ટ્રકે પારડીના દંપતિની કારને ટક્કર મારી

  • કાર સવાર એડવોકેટ જીજ્ઞેશ મહેતા અને તેમની પત્‍નીની કાર પલટી મારી ગઈ : છતાં ચમત્‍કારિક બચાવ થયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: અકસ્‍માતની કોઈ વ્‍યાખ્‍યા હોતી નથી. ક્‍યારેક ચિત્ર-વિચિત્ર કલ્‍પનાતીત અકસ્‍માતો સર્જાતા હોય છે. કંઈક તેવો જ અકસ્‍માત આજે શુક્રવારે સવારે વલસાડ હાઈવે ઉપર સર્જાયો હતો. શેરડી ભરેલી ટ્રકના ડ્રાઈવરે અચાનક ટ્રક ઉપરથી કાબુ ગુમાવતા જીવ બચાવવા કુદી પડયો. પરંતુ ગમે તે કારણોસર ટ્રક રિવર્સ ચાલી પડી તેમાં પાછળ આવતી કારને ટક્કર મારીને ટ્રક અને કાર બન્ને પલટી મારી ગયા હતા. અકસ્‍માતમાં કાર સવાર પારડીના એડવોકેટ દંપતિનો બળીયા નસીબે ચમત્‍કારિક બચાવ થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ વલસાડ હાઈવે ઉપર મળસ્‍કે શેરડી ભરેલી ટાટા ટ્રક નં.જીજે 15 એક્‍સ 2485 જઈ રહી હતી તે દરમિયાન ટ્રક ચાલકે કાબુ ગુમાવી દેતા ટ્રકમાંથી કુદી પડી ભાગી છૂટયો હતો. પરંતુ ટ્રકનો અચાનક રિવર્સ ગેર પડી જતા ટ્રક રિવર્સ દોડી હતી. પાછળ આવી રહેલ કાર નં.જીજે 15 સીએ 8887 માં સવાર પારડીના એડવોકેટ જીજ્ઞેશભાઈ મહેતા અને તેમના પત્‍ની વલસાડ તરફ જઈ રહ્યા હતા. બેકાબુ બેફામ ટ્રક ડિવાઈડર કુદી કારને ટક્કર મારી દીધી હતી. બન્ને વાહનો પલટી ખાઈ ગયા હતા.અકસ્‍માત બાદ સ્‍થાનિક યુવાનો દોડી આવી કારના કાચ તોડી પલટી મારેલી કારમાંથી દંપતિને સલામત રીતે બહાર કાઢયા હતા. જો કે નાની મોટી ઈજાઓ બાદ કરતા દંપતિનો અકસ્‍માતમાં આબાદ બચાવ થવા પામ્‍યો હતો.

Related posts

વલસાડમાં ‘‘હર ઘર ધ્‍યાન” કાર્યક્રમમાં 1000 થી વધુ લોકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

ચણવઈના સેન્‍ટર ઓફ એક્‍સેલેન્‍સ ખાતે ફિલ્‍ડ ડે અંતર્ગત કપરાડાના ખેડૂતો માટે પ્રત્‍યક્ષ ખેતીનું નિદર્શન યોજાયું

vartmanpravah

વલસાડના નવનિયુક્‍ત જિલ્લા કલેક્‍ટર એન.એન. દવેએ પદભાર સંભાળ્‍યો

vartmanpravah

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઇ

vartmanpravah

દેશના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડે દમણના સરપંચો અને જિ.પં. સભ્‍યોને નવી અને જૂની સંસદ નિહાળવા આપેલું આમંત્રણ

vartmanpravah

Leave a Comment